Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
તસ્સ ઉત્તરી સૂત્ર ૧૦૯
જ્યાં સુધી સૂક્ષ્મમાં સૂક્ષ્મ મનોવૃત્તિનું શોધન થયું નથી, ત્યાં સુધી પાપકર્મોનો સર્વાંશે નિર્થાત કેમ થાય ? એટલે ચાર પદો જે ક્રમે મુકાયાં છે, તે કરણનો શાસ્ત્રવિહિત ક્રમ સૂચવે છે.
સૂત્રનો ત્રીજો ભાગ પાવાળું મ્માનં નિષાયાટ્ટાદ્ એવા ત્રણ પદનો બનેલો છે, જે કાયોત્સર્ગનું પ્રયોજન દર્શાવે છે.
તાત્પર્ય કે આલોચના અને પ્રતિક્રમણ વડે પાપકર્મોનો ઘાત થયો પણ નિર્થાત ન થયો, તે સિદ્ધ કરવા માટે આ કાયોત્સર્ગ કરવામાં આવે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણીસમા અધ્યયનમાં મુમુક્ષુ તરફથી એક પ્રશ્ન પુછાયો છે કે જાડોળ અંતે ! નીવે િનળયજ્ઞ ?-હે ભગવન્ ! કાયોત્સર્ગથી જીવને શું લાભ થાય ? તેનો ઉત્તર આપતાં ભગવંતે ફરમાવ્યું છે કે :- જાવસ્થળેનું તીયપદુષ્પન્ન પાયચ્છિન્ન વિસોતેેજ્ઞ, વિશુદ્ધપાચ્છિન્ને ય जीवे निव्वुयहियए ओहरिय भरुव्वभारवहे धम्मज्झाणोवगए सुइं सुहेण વિજ્ઞરૂ ॥૨॥ હે આયુષ્મન્ ! કાયોત્સર્ગથી ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્તયોગ્ય અતિચારોની શુદ્ધિ થતાં તે જીવ ભાર ઉતારી નાખેલા મજૂરની જેમ હળવો બનીને પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો સુખ-પૂર્વક વિચરે છે. તાત્પર્ય કે કાયોત્સર્ગથી પ્રાયશ્ચિત્તયોગ્ય પાપોનો નિર્માત થાય છે.
સૂત્રનો ચોથો ભાગ નામિ હ્રાસ્સાં એવાં બે પદોનો બનેલો છે અને તે કાયોત્સર્ગની પ્રતિજ્ઞા દર્શાવે છે.
અહીં ૐ ધાતુ જે અકર્મક છે તેને સકર્મક ગ્ ધાતુના અર્થમાં માનીને ધાડાં ને કર્મ તરીકે જણાવેલ છે. આ સૌત્ર પ્રયોગ છે. (નિબંધ નિચય પૃ. ૧૪૬)
ઉત્તરીકરણસૂત્રનો બોધ એ છે કે માણસથી કંઈ પણ ભૂલ થાય તો તેણે એ ભૂલનો સરળતાથી સ્વીકાર કરવો જોઈએ, નિખાલસતાથી તેની નિંદા કરવી જોઈએ. મહર્ષિઓ પર શ્રદ્ધા રાખી તેઓએ બતાવેલો પ્રાયશ્ચિત્તનો માર્ગ ગ્રહણ કરવો જોઈએ અને ફરી તેવી જ ભૂલો ન થાય તે માટે ચિત્તવૃત્તિઓનું બરાબર શોધન કરી, તેમાં રહેલાં શલ્યો કે દોષો કાઢી નાખવાં જોઈએ શુદ્ધિનો આ રાજમાર્ગ છે અને તેને અનુસરવાથી અનંત આત્માઓએ આજ સુધીમાં મંગલમય મુક્તિ મેળવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org