Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૦ ૧૫૭
ઇચ્છિત ફળને મેળવે છે.'
સારાંશ એ છે કે તે-શ્રી તીર્થકર ભગવંતો રાગ દ્વેષથી રહિત હોવાથી તેમની સ્તુતિ કરનાર કે નિંદા કરનાર ઉપર રાજા વગેરેની જેમ પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી. તો પણ જેમ ચિંતામણિ રત્નથી ફળની પ્રાપ્તિ થાય છે તેમાં વસ્તુ સ્વભાવ કારણ છે, તેમ શ્રી તીર્થકર ભગવંતની સ્તુતિ આદિ દ્વારા જે ઇષ્ટ ફળની પ્રાપ્તિ આરાધકને થાય છે, તેમાં તે ભગવંતનું સ્વાભાવિક સામર્થ્ય કારણ છે. વળી, સ્તુતિ આદિમાં પ્રધાન આલંબન શ્રી તીર્થકર ભગવંત હોવાથી આરાધકને થતી ઇષ્ટપ્રાપ્તિ સ્તોતવ્યનિમિત્તક કહેવાય છે. એટલે કે શ્રી તીર્થકર ભગવંતને ઉદ્દેશીને અંતઃકરણના ભાવપૂર્વક કરાયેલી સ્તુતિ આદિથી આરાધકને જે અભિષિત ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રધાન નિમિત્ત શ્રી તીર્થકર ભગવંત છે, એથી એ ફળપ્રાપ્તિને એમની જ પ્રસન્નતા તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત આરાધકને પ્રાપ્ત થતા ઈષ્ટફળના કર્તા અને સ્વામી પણ નૈગમાદિ નયો શ્રી તીર્થકર ભગવંતને જ માને છે.
આ પ્રમાણે પસીયંત પદ-(વાસ્તવિક રીતે જોતાં શ્રી તીર્થકર ભગવંતો પ્રસન્ન બનતા ન હોવા છતાં, તેમની સ્તુતિ આદિ દ્વારા પ્રાપ્ત થતી અભીષ્ટ ફળપ્રાપ્તિને તેમની જ પ્રસન્નતા માની) પ્રસન્ન થાવ-એ અર્થમાં સિદ્ધ થાય છે.
વિત્તિય વંચિ ત્રિ-[ીર્તિત વન્દિત મહિતા:-કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજા કરાયેલા..
આ. હા. ટી. આ પદની વ્યાખ્યા કરતાં જણાવે છે કે હોર્તિત એટલે પોતાનાં નામોથી કહેવાયેલા, વન્દ્રિત એટલે ત્રિવિધ યોગ વડે (મન, વચન, કાયાના યોગ વડે) સારી રીતે સ્તુતિ કરાયેલા અને ફિલ્મનું સંસ્કૃતમાં ગયા કરી, તેનો અર્થ મારા વડે અથવા તો, મહિયા એ પાઠાંતર છે એટલે તેનું
१. यद्यप्येते वीतरागादित्वान्न प्रसीदन्ति तथापि तानचिन्त्यमाहात्म्योपेतान् चिंतामण्यादीनिव मनः शुद्ध्याऽऽराधयन्नभीष्टफलमवाप्नोति ।
-દે. ભા., પૃ. ૩૨૫
–વં. વૃ. ૫. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org