Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૨૦૧
પરાવર્તમાં સંભવે છે; પણ સ્મરણ તો મનની અવહિત વૃત્તિમાં જ થઈ શકે. મંત્ર આરાધન વગેરેમાં પણ સ્મરણથી જ વિશેષ પ્રકારે સિદ્ધિ થાય છે. કહ્યું છે કે :- અવરજવરવાળા સ્થાન કરતાં એકાંતમાં જપ કરવો શ્રેષ્ઠ છે; શાબ્દિક જપ કરતાં મૌન જપ અને મૌન જપ કરતાં માનસ જ૫ શ્રેષ્ઠ છે. આમ (ઉત્તરોત્તર) જપ વધારે વધારે પ્રશંસનીય છે.
જ્યારે એક અથવા તેથી વધારે લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ કરવાનો પ્રસંગ આવે ત્યારે એક લોગસ્સ સૂત્રની બરાબર ચાર નવકાર (લોગસ્સ સૂત્ર ન આવડતું હોય તો) ગણવાની પદ્ધતિ વર્તમાન કાળમાં પ્રચલિત છે. શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ ચાળીસ લોગસ્સ સૂત્ર (વેસુ નિમ્પનયરી સુધી) અને તેના ઉપર એક નવકારનો કાયોત્સર્ગ કરતી વેળા, તે (લોગસ્સ સૂત્ર) ન આવડતું હોય તેને એકસો સાઠ નવકાર ગણવાના હોય છે.
એક લોગસ્સ સૂત્ર (વંસુ નિમેયર) સુધી ગણવાથી પચીસ શ્વાસોચ્છવાસ થાય છે; જ્યારે નવકારના આઠ શ્વાસોશ્વાસ ગણતાં ચાર નવકાર ગણવાથી બત્રીસ શ્વાસોચ્છવાસ થાય છે. આ પ્રથા ચાલુ છે. તેની અહીં નોંધ છે.
તુલનાત્મક વિચારણા (5) લોગસ્સ સૂત્રમાં જે બોધિલાભ (મારુ વોદિતા) અને શ્રેષ્ઠ ભાવ સમાધિ(સમદિવસુત્તમ)ની યાચના કરવામાં આવી છે તે જ વાત શ્રી જયવયરાય સૂત્રની ૪ ગાથમાં
समाहिमरणं च बोहिलाभो अ । संपज्जउ मह एअं । तुह नाह पणामकरणेणं ॥४॥
१. कायोत्सर्गादावस्वाध्यायिकादौ च परार्त्तनाया अयोगेऽनुप्रेक्षयैव श्रुतस्मृत्यादि स्यात्,
परावर्तनातश्च स्मृतेरधिकफलत्वं मुखेन परावर्तना हि मनसः शून्यत्वेऽप्यभ्यासवशात्, स्मृतिस्तु मनसोऽवहितवृत्तावेव, मन्त्राराधनादावपि स्मृत्यैव विशेषसिद्धिः, यदभ्यधायिसंकुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । મૌનગાન્માનસ: શ્રેષો, ગા: રસ્તા પર: પર: ll-આચાર પ્રદીપ ૫. ૮૯ આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org