Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
૩૬
ત્રીજી ગાથામાં ચોથી ગાથામાં પાંચમી ગાથામાં છઠ્ઠી ગાથામાં સાતમી ગાથામાં
૩૫ ૪૧ ૩૬ ૩૭
૨૫૬
એક મત એવો છે કે જે લોગસ્સ સૂત્રના ૨૬૦ અક્ષરો છે એમ જણાવે છે". પરંતુ તે મત દેવવંદનની વિધિમાં પ્રથમ સ્તુતિ બાદ લોગસ્સ સૂત્ર બોલાયા પછી બોલાતા સવલોએ અરિહંત ચેઈયાણં સૂત્રના સવલોએ એ ચાર અક્ષરોની ગણતરી લોગસ્સ સૂત્ર ભેગી કરે છે અને તેથી તે ગણતરી મુજબ ૨૬૦ અક્ષરો વાજબી ઠરે છે.
ચતુર્વિશતિ જિનસ્તવ-ભાવ મંગલ હે ભગવન્! સ્તવ અને સ્તુતિરૂપ ભાવ મંગલથી જીવ ક્યા લાભને પ્રાપ્ત કરે છે? એવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જણાવે છે કે હે ગૌતમ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવ મંગલથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિના લાભને પ્રાપ્ત કરે છે અને તે રીતે જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિનો લાભ થતાં તે જીવ કલ્પ વિમાનમાં ઉત્પન્ન થવા પૂર્વક મોક્ષમાં જાય છે.
કાયોત્સર્ગ આદિના સમયમાં (લોગસ્સસૂત્રનું) સ્મરણ
કાયોત્સર્ગ આદિના અને અસ્વાધ્યાયાદિના સમયમાં જ્યારે વાચિક પરાવર્તન ન થઈ શકે ત્યારે અનુપ્રેક્ષાથી જ શ્રુતની સ્મૃતિ વગેરે થાય છે. પરાવર્તનાથી સ્મૃતિનું વધારે ફળ છે. મન શૂન્ય હોય એટલે કે પરાવર્તનાના અર્થઆદિમાં ઉપયોગ રહિત હોય તો પણ પૂર્વ અભ્યાસના યોગે મુખ વડે
१. तत्र द्वेशते षष्ठ्यधिके नामस्तवदंडके
-દે. ભા., પૃ. ૩૨૦ २. सव्वलोए इत्यक्षरचतुष्कप्रक्षेपात्
-દે. ભા., પૃ. ૩૨૦ ३. थयथुइमंगलेणं भंते ! जीवे किं जणेइ ? नाणदंसणचरित्तबोहिलाभं संजणइ,
नाणदंसणचरित्तबोहिलाभसंपनेणं जीवे अंतकिरियंकप्पविमाणोववत्तियं आराहणं आराहेइ It૨૪
-ઉત્તરજઝયણસુર બૃહદ્ધત્તિ, ૨૯મું અધ્યયન, ૫. પ૭૪ આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org