Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સદ્ગુરુનું સૂચન છે.
૨૧૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
અપ્પાળ-[આત્માનમ્]-આત્માને, કષાયાત્માને.
ઉપયોગ-લક્ષણ આત્મા એક પ્રકારનો હોવા છતાં જુદી જુદી અપેક્ષાએ તેના આઠ પ્રકારો પડે છે, તે નીચે મુજબ :
૧. દ્રવ્યાત્મા-ત્રિકાલવર્તી આત્મા દ્રવ્યાત્મા કહેવાય છે, તે સર્વ જીવોને હોય છે.
૨. કષાયાત્મા-ક્રોધાદિ-કષાયયુક્ત આત્મા કષાયાત્મા કહેવાય છે, તે સકષાયી જીવોને હોય છે, પણ ઉપશાન્તકષાય અને ક્ષીણ-કષાયને હોતો નથી..
૩. યોગાત્મા-મન, વચન અને કાયાના યોગવાળો વ્યાપારવાળો આત્મા યોગાત્મા કહેવાય છે, તે સિદ્ધના જીવોને હોતો નથી.
૪. ઉપયોગાત્મા-ઉપયોગવાળો આત્મા ઉપયોગાત્મા કહેવાય છે, તે સિદ્ધ અને સંસારી બધા જીવોને હોય છે.
૫. જ્ઞાનાત્મા-સમ્યજ્ઞાનરૂપ સ્પષ્ટ બોધવાળો આત્મા જ્ઞાનાત્મા કહેવાય છે, તે સર્વ સમ્યગ્દષ્ટ જીવોને હોય છે.
૬. દર્શનાત્મા-સામાન્ય અવબોધરૂપ દર્શનવાળો આત્મા દર્શનાત્મા કહેવાય છે, તે સર્વ જીવોને હોય છે.
૭. ચારિત્રાત્મા-હિંસાદિ દોષની નિવૃત્તિરૂપ ચારિત્રવાળો આત્મા ચારિત્રાત્મા કહેવાય છે, તે વિરતિવાળાને હોય છે.
૮. વીર્યાત્મા-વીર્યવાળો આત્મા વીર્યાત્મા કહેવાય છે, તે કરણવીર્યવાળા સંસારી જીવોને હોય છે. કરણ-વીર્ય એટલે ક્રિયા કરતું વીર્ય, નહિ કે સત્તારૂપ યા લબ્ધિરૂપ વીર્ય.*
આ આઠ પ્રકારના આત્મામાંથી કષાયાત્માનો ત્યાગ કરવાનો છે, કારણ કે તે સંસાર-વૃદ્ધિના કારણરૂપ છે, અર્થાત્ આધ્યાત્મિક પ્રગતિમાં બાધક છે. બીજી રીતે કહીએ તો આત્માની જે સ્થિતિમાં કષાયો ઉદ્ભવે છે, તે
* શ્રી ભગવતીસૂત્ર શ. ૧૨, ૩. ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org