Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘કરેમિ ભંતે’-સૂત્ર ૦ ૨૧૧
સામાન્ય અર્થ મેળાપ, મિલન, સંગમ કે પરમાત્મ-દશા સાથે સંબંધ કરાવનારી ક્રિયા આદિ થાય છે. પરંતુ જૈન શાસ્ત્રોમાં તે વિશિષ્ટ રીતે વપરાય છે. ગો II HTHIટ્ટા-યોગ એટલે મન આદિની પ્રવૃત્તિ. તેનો ખરો અર્થ વીર્યનું ફુરણ, વીર્યનું સ્પંદન કે વીર્યનો વ્યાપાર છે. યોગને યોો ની વચ્ચે વીર્યપરિસ્પન્દ્ર રૂતિ વિસ્ (કર્મ-વ્યા. ૩). યોગ એટલે યોજના; અર્થાત આત્માના વીર્યગુણનું સ્કરણ. આ વ્યાખ્યાની સ્પષ્ટ મતલબ એ છે કે આત્મામાં સત્તારૂપે રહેલો અનંતવીર્યરૂપી ગુણ એ યોગ નથી; પણ જ્યારે તે વ્યવહારમાં આવે છે અથવા સ્કુરાયમાન થાય છે ત્યારે તે યોગની સંજ્ઞા પામે છે. આ સ્કુરણ મન, વચન અને કાયા એ ત્રણ વડે જ થાય છે, એટલે ઉપચારથી તે ત્રણને અથવા તે ત્રણની પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. વ્યવહારની સરલતા ખાતર યોગના બે વિભાગો નીચે મુજબ કરવામાં આવે છે : (૧) દ્રવ્યયોગ અને (૨) ભાવયોગ. તેમાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એ દ્રવ્યયોગ છે અને વીર્યની વિશેષ પ્રકારે ફુરણા તે ભાવયોગ છે. આ ભાવયોગના પણ બે વિભાગો છે : (૧) પ્રશસ્ત ભાવયોગ એટલે સમ્યકત્વ આદિ ઈષ્ટગુણોની પ્રાપ્તિ અર્થે થયેલું વીર્યસ્કુરણ અને (૨) અપ્રશસ્ત ભાવયોગ એટલે મિથ્યાત્વ આદિ અનિષ્ટ ભાવોની પ્રાપ્તિ માટે થયેલ વીર્ય-ફુરણ. આ જાતનો અપ્રશસ્ત યોગ એ સાવદ્ય યોગ છે.
પāg-[પ્રત્યાધ્ય]િ-પ્રત્યાખ્યાન કરું છું, છોડી દઉં છું, ત્યાગ કરું છું, નિષેધ કરું છું,
પ્રત્યારણ્યમિ-પ્રતિ-અને મા ઉપસર્ગવાળા રહ્યા ધાતુનું ઉત્તમ પુરુષનું એકવચનનું છે. તેમાં પ્રતિ એ પ્રતિષેધના-દૂર કરવાના અર્થમાં છે અને મ+યા એ અભિમુખતાથી ખ્યાપન કરવાના અર્થમાં છે, એટલે પ્રત્યારણ્યામિનો અર્થ નિષેધ-પૂર્વકની જાહેરાત કરું છું; અર્થાત્ નિષેધ કરું છું, એવો થાય છે.
નવ-[વાવ -જ્યાં સુધી.
આ શબ્દ પરિમાણ કે મર્યાદા અને અવધારણા(નિશ્ચય)ને સૂચવનારો છે, તેનો સંબંધ નિયમ સાથે છે.
નિયE-[નિયમ]-નિયમને, લીધેલી પ્રતિજ્ઞાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org