Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૦૨
શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
એ શબ્દો દ્વારા જણાવીને યાચના કરવામાં આવી છે.
શ્રી વંદિત્ત સૂત્રની ૪૭મી ગાથામાં પણ दितु समाहिं च बोहिं च એ ચોથા પાદથી એ જ યાચના કરવામાં આવી છે. શ્રી અજિત શાંતિસ્તવની આઠમી ગાથાના ચોથા ચરણમાં :
संति मुणी मम संतिसमाहिवरं दिसउ । થી પણ એ જ યાચના છે
(ગ) દિગંબર જૈન સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન શ્રી કુંદકુંદાચાર્યે જે ભક્તિ નામની કૃતિઓ રચ્યાનું મનાય છે તે પૈકી તિર્થીયર બત્તિમાં શ્રી લોગસ્સ સૂત્રની આદ્ય ગાથા સિવાયની ગાથાઓનો ભાવ સમાવિષ્ટ થયેલો જણાય છે.
અનુવાદ લોગસ્સ સૂત્રનો અનુવાદ ગુજરાતી, મરાઠી તેમજ હિંદી ભાષામાં થયેલો જાણવામાં આવ્યો છે. તે ઉપરાંત જર્મન અને અંગ્રેજી ભાષામાં પણ તેનો અનુવાદ થયેલ છે.
લોગસ્સ સૂત્ર અંગે સાહિત્ય લોગસ્સ સૂત્ર અંગે ઉલ્લેખો તથા વિવેચન નીચે દર્શાવેલા પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે :ગ્રંથનું નામ
ગ્રંથકાર ૧. મહાનિસીહ સુત્ત
શ્રી સુધર્માસ્વામી ગણધર ૨. ઉત્તરજઝયણ સુત્ત
શ્રી સુધર્માસ્વામી ગણધર ૩. ચઉસરણ પઈન્વય
શ્રુત સ્થવિર ૪. આવસ્મય નિષુત્તિ
શ્રી ભદ્રબાહુ સ્વામી ૫. નંદિ સુત્ત
શ્રી દેવવાચક ૬. અણુઓગદાર
શ્રુત સ્થવિર ૭. આવસ્મય ચુર્ણિ
શ્રી જિનદાસગણિ મહત્તર ૮. આવસ્મય ભાસ
શ્રી ચિરંતનાચાર્ય ૯. આવસ્મયની હારિભદ્રીય ટીકા
શ્રી હરિભદ્રસૂરિ ૧૦. લલિત-વિસ્તરા
શ્રી હરિભદ્રસૂરિ ૧૧. ચેઈયવંદણ મહાભાસ
શ્રી શાંતિસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org