Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૧૯૧
ગુણોને મૂકવામાં આવે તો પણ પરમપૂજ્ય શ્રી તીર્થંકર ભગવાનના ગુણો આ સર્વ ગુણોથી અધિક હોય છે અને તેથી જ શ્રી તીર્થંકર ભગવંતો જ અર્ચના કરવા યોગ્ય છે, વંદનીય છે, પૂજનીય છે, અર્હત્ છે, ગતિ છે, મતિથી સમન્વિત છે. તેથી તે શ્રી ધર્મતીર્થંકર ભગવંતોને ભાવથી નમસ્કાર કરો. અરિહંતે ઃ
શ્રી મહાનિસીહ સૂત્રમાં અરિહંત વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ છે :
મનુષ્ય, દેવતા અને દાનવોવાળા આ સમગ્ર જગતમાં આઠ મહાપ્રતિહાર્ય વગેરેના પૂજાતિશયથી ઉપલક્ષિત, અનન્યસદેશ, અચિંત્ય માહાત્મ્યવાળી, કેવલાધિષ્ઠિત, પ્રવર ઉત્તમતાને જેઓ યોગ્ય છે તે અ ંત છે. સમગ્ર કર્મોના ક્ષય થવાથી, સંસારના અંકુરા બળી જવાથી ફરી વાર અહીં આવતા નથી. જન્મ લેતા નથી, ઉત્પન્ન થતા નથી, તે કારણે એ, મહંત પણ કહેવાય છે. વળી, તેમણે સુદુર્જય સમગ્ર આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને મથી નાખ્યા છે, હણી નાખ્યા છે, દળી નાખ્યા છે, પીલી નાખ્યા છે, નસાડી મૂક્યા છે અથવા પરાજિત કર્યા છે; તેથી તે અરિહંત પણ કહેવાય છે. આ રીતે તેઓ અનેક પ્રકારે કહેવાય છે, નિરૂપણ કરાય છે, ઉપદેશ કરાય છે, સ્થાપન કરાય છે, દર્શાવાય છે અને બધી રીતે બતાવાય છે.
શ્રી અરિહંત ભગવંતોનું પ્રથમ વિશેષણ લોકના સ્વરૂપનો પ્રકાશ કરનારા એ મૂકવામાં આવેલ છે ત્યારે સહેજે એ અંગે જાણવાનું મન થાય છે કે તેઓ લોકના સ્વરૂપનો પ્રકાશ શી રીતે કરે છે ? તેના સમાધાનમાં શાસ્ત્રકાર મહર્ષિઓ જણાવે છે કે શ્રી અરિહંતદેવો લોકના સ્વરૂપનો પ્રકાશ૩બન્નેરૂ વા, વિનમેડ્ વા, થુવેડ્ વા (એટલે ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ
१. सनरामरासुरस्य णं सव्वस्सेव जगस्स अट्ठमहापाडिहेराइपूयाइसओ वलक्खियं अणण्णसरिसमचितमाहप्पं केवलाहिट्ठियं पवरुत्तमत्तं अरहंति ति अरहंता । असेसकम्मक्खएणं निदड्डूभवंकुरत्ताओ न पुणेह भवंति जम्मंति उववज्जंति वा अरुहंता वाणिम्महियनिय - निद्दलियविलीयनिट्ठवियअभिभूय सुदुज्जयासेस अट्ठपयारकम्मरिउत्ताओ वा अरिहंतेति वा, एवमेते अणेगहा पन्नविज्जंति परूविज्जंति आधविज्जंति पट्ठविज्जंति उवदंसिज्जंति ।
-મહાનિસીહ સૂત્ર, (નમસ્કાર સ્વાધ્યાય, (પ્રા. વિ.,) પૃ. ૪૨.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org