Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૯૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
પામે છે અને સ્થિર પણ રહે છે.) એ ત્રિપદી વડે કરે છે. એનો અર્થ એ છે કે લોક અને અલોકરૂપી આ વિશ્વ કેટલાક માને છે તેમ માત્ર કલ્પના નથી પણ સત્ય છે અને તે ઉત્પન્ન થવાના, નાશ પામવાના અને કાયમ રહેવાના સ્વભાવથી યુક્ત છે. બીજી રીતે કહેતાં આ વિશ્વ દ્રવ્યરૂપે અનાદિ, અનંત, અચલ છે અને પર્યાયરૂપથી ઉત્પત્તિ અને વિનાશરૂપ પરિવર્તનોવાળું છે. एवं मए अभिथुआ :
આ પદોનો અર્થ મેં આપને મારી સન્મુખ સાક્ષાત્ રહેલા કલ્પીને નામ ગ્રહણપૂર્વક સ્તવ્યા એમ પણ થઈ શકે. ધ્યેય વસ્તુનું ધ્યાન તે જ શ્રેષ્ઠ કહેવામાં આવે છે કે જેમાં ધ્યેય ધ્યાતા સમક્ષ માનસ કલ્પના દ્વારા જાણે સાક્ષાત્ સમુપસ્થિત થયું હોય તેમ ભાસે. આ રીતે સામે સાક્ષાત્ કલ્પવાથી ધ્યાનાવેશ તેમજ ભાવાવેશથી સિદ્ધિ શીધ્ર થાય છે. ધ્યાનોવેશ દ્વારા તન્મયભાવને પામતું ધ્યાન જ સર્વશ્રેષ્ઠ ગણાય છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે-ધ્યાન જ્યારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે ધ્યેય નજીક ન હોવા છતાં પણ જાણે (સામે) આલેખિત હોય એવું અત્યંત સ્પષ્ટ ભાસે છે".
નામગ્રહણપૂર્વક સ્તવનાના વિષયમાં નામ આદિનું માહાભ્ય શાસ્ત્રોમાં આ રીતે કહેવાયું છે :
પરમાત્માનું નામ હૃદયમાં સ્થિર થતાં જ જાણે પરમાત્મા સામે સાક્ષાત્ દેખાતા હોય તેવું લાગે છે, જાણે હૃદયમાં પ્રવેશતા હોય તેવું લાગે છે, જાણે મધુર આલાપ કરતા હોય તેવું લાગે છે, જાણે સર્વ અંગોમાં અનુભવાતા હોય તેવું લાગે છે. અને તન્મયભાવને પામતા હોય તેવું લાગે છે. આવી જાતના અનુભવોથી સર્વ કલ્યાણોની સિદ્ધિ થાય છે.
१. ध्याने हि बिभ्रति स्थैर्य, ध्येयरूपं परिस्फुटम् ।। आलेखितमिवाभाति ध्येयस्याऽसन्निधावपि ॥
-તત્ત્વાનુશાસન, અધ્યાય ૪, ગ્લો. નં. ૪૪, પૃ. ૩૫ २. नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति, हृदयमिवानुप्रविशति
मधुरालापमिवानुवदति, सर्वांगीणमिवानुभवति, तन्मयीभावमिवापद्यते, तेन च સર્વચા-સિદ્ધિઃ |
-પ્રતિમાશતક, શ્લો. નં. રની ટીકા, પૃ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org