Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૦ ૧૯૫
અનંતજ્ઞાનદર્શન સંપત્તિથી યુક્ત શ્રી વીતરાગ પરમાત્મા જ ઈશ્વર છે, કારણ કે તેમણે કહેલ વ્રતોનું પાલન કરવાથી મુક્તિ થાય છે, તેથી તે વીતરાગ પરમાત્મા ગુણભાવે મુક્તિના કર્તા છે.
ગુણભાવથી કર્તા છે, એ વિષયને સમજાવતાં સ્યાદ્વાદ્વાદ કલ્પલતા ટીકામાં કહ્યું છે કે
રાજા વગેરેની જેમ શ્રી પરમાત્માનો પ્રસાદ અપ્રસાદથી નિયત નથી, તો પણ તેઓ અચિંત્ય ચિંતામણિની જેમ વસ્તુસ્વભાવસામર્થ્યથી ફલદોપાસનાકત્વ સંબંધ વડે ઉપચારથી કર્તા છે.
આ. હા. ટી.(પૃ. ૫૦૭ આ)માં જે કહ્યું છે કે
તેનો સારાંશ એ છે કે અભિલષિત ફળની પ્રાપ્તિ શ્રી તીર્થંકર ભગવંતના કારણે જ છે. એ ક્રિયામાં બીજું બધું હોય પણ સ્તવના આલંબન તરીકે કેવળ શ્રી તીર્થંકર ન હોય તો અભિલષિત ફળની પ્રાપ્તિ કદાપિ થઈ શકે નહીં.
પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ શ્રી ચિંતામણિપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં ફરમાવે છે કે
तत्पूर्विकैवाभिलषितफलावाप्तिर्भवति ।
१. ततश्चेश्वरकर्तृत्व वादोऽयं युज्यते परम् ।
सम्यग्न्यायाविरोधेन यथाहुः शुद्धबुद्धयः ॥१०॥ ईश्वरः परमात्मैव तदुक्तव्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ॥११॥
–શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સ્તબક-૩, શ્લો. ૧૦-૧૧. ૫. ૧૦૨ આ. २. तदुक्तव्रतसेवनात्-परमाप्तप्रणीतागमविहितसंयमपालनात्; यतो मुक्तिः कर्मक्षयरूपा, भवति;
ततस्तस्या गुणभावतः-राजादिवदप्रसादनियतप्रसादाभावेऽप्यचिन्त्य-चिन्तामणिवद् वस्तुस्वभावबलात् फलदोपासनाकत्वेनोपचारात्, कर्ता स्यात् । अत एव भगवन्तमुद्दिश्याऽऽरोग्यादिप्रार्थना ।
-શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સ્યાદ્વાદ કલ્પલતા ટીકા,
ગ્લો. ૧૧ની ટીકા. ૫. ૧૦૩ અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org