Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૯૦ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
પ્રકટપણાથી લક્ષિત થતા પ્રવર સમ્યગ્દર્શન વડે તથા ઉલ્લાસ પામતા વીર્યને ન છુપાવી, સહન કરેલ ઉગ્ર કષ્ટો અને આચરેલાં ઘોર દુષ્કર તપો વડે નિરંતર ઉપાર્જિત કરેલાં મહાન પુણ્યોના સ્કંધોનો જે મહાન રાશિ તેના વડે બાંધેલું તીર્થંકર નામ કર્મ ગોત્ર-કે જે ઉત્તમ છે, પ્રવર છે, પવિત્ર છે, વિશ્વના એક બંધુ સમાન છે, વિશ્વના નાથ સમાન છે, વિશ્વના સ્વામી સમું છે, વિશ્વમાં સારભૂત છે, અનંત કાલથી ચાલી આવતી ભવોની વાસના તથા પાપનાં બંધનો તેને છેદી નાખનાર છે, જે જગતમાં એક અને અદ્વિતીય છે તેને આધીન (તે તીર્થંકર નામકર્મ ગોત્રને આધીન) જે સુંદર, દીપ્ત, મનોહર રૂપ અને દશે દિશાઓમાં પ્રકાશમાન નિરુપમ એક હજાર અને આઠ લક્ષણો તેનાથી તે ભગવંતો મંડિત હોવાથી જગતમાં ઉત્તમોત્તમ જે લક્ષ્મી તેના નિવાસ માટે વાસવાપિકા જેવા છે. ઉપરાંત દેવતા અને મનષ્યો તેમને જોવા માત્રથી તે જ ક્ષણે અંતઃકરણમાં ચમત્કાર પામે છે અને તેમનાં નેત્રો તથા મનમાં અતુલ વિસ્મય અને અપાર પ્રમોદ ઉત્પન્ન થાય છે; કારણ કે સંપૂર્ણ પાપકર્મો રૂપી મલના કલંકથી તેઓ રહિત હોય છે. સમચતુરસ્ત્ર સંસ્થાન તથા શ્રેષ્ઠ એવું જે વજઋષભ નારાચસંઘયણ તેનાથી અધિષ્ઠિત હોવાથી પરમ પવિત્ર ઉત્તમ આકારને તેઓ ધારણ કરનારા હોય છે. મહાયશસ્વી, મહાસત્ત્વશાળી, મહાન આશયવાળા, પરમપદમાં રહેનાર, તે જ ભગવંતો સદ્ધર્મ તીર્થંકરો હોય છે. વળી કહ્યું છે કે-સમગ્ર મનુષ્યો, દેવો, ઇન્દ્રો અને સુંદરીઓનાં રૂપ, કાંતિ તેમ જ લાવણ્ય-આ બધાં એકઠાં કરીને કોઈ પણ રીતે તેનો એક પિંડ બનાવવામાં આવે અને જિનેશ્વર સામે તુલના માટે મૂકવામાં આવે તો તે પિંડ જિનેશ્વરના ચરણના અંગૂઠાના અગ્ર ભાગનો એક પ્રદેશ તેના લાખમા ભાગે પણ તે શોભતો નથી પણ સુવર્ણગિરિ-મેરુ પર્વતની સામે રાખનો ઢગલો જેવો લાગે તેવો લાગે છે.
અથવા તો સર્વ સ્થાને જુદી જુદી વ્યક્તિઓમાં રહેલા જુદા જુદા ગુણોને જાણીને અને તે તે ગુણો શ્રી તીર્થંકર ભગવંતના ગુણોના અનંતમા ભાગે પણ ન આવતા હોઈને શ્રી તીર્થંકર ભગવંતના ગુણની તુલના કરવા માટે કદાચ ત્રણેય ભુવનોને એક કરવામાં આવે અને તેને એક દિશામાં ઊભું રાખી એક તરફ તેમના સર્વ ગુણો મૂકી બીજી તરફ શ્રી તીર્થંકર ભગવંતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org