Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૮૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
હર્ષના ઉદ્દગારો કાઢે છે અને વિહાર કરીને ભગવાન આગળ ચાલ્યા ગયા પછી પોતાના આત્માની નિંદા કરે છે કે અમને ધિક્કાર છે, અમે અધન્ય છીએ, અમે પુણ્યહીન છીએ. ભગવાન ચાલ્યા ગયા પછી તેમના હૃદયને ખૂબ ક્ષોભ થવાથી તેઓ મૂચ્છિત થઈ જાય છે અને મહામુસીબતે તેમનામાં ચૈતન્ય આવે છે. તેમનાં ગાત્ર અત્યંત શિથિલ થઈ જાય છે. આકુંચન, પ્રસારણ, ઉન્મેષ, નિમેષ આદિ શારીરિક વ્યાપારો બંધ પડી જાય છે. નહીં
ઓળખાતા અને સ્કૂલના પામતા મંદ મંદ દીર્ઘ હુંકારોથી મિશ્રિત દીર્ઘ, ઉષ્ણ, બહુ નિસાસાથી જ માત્ર બુદ્ધિશાળીઓ સમજી શકે છે કે તેમનામાં મન (ચૈતન્યો છે. જગતના જીવો ભગવાનની ઋદ્ધિ જોઈને એક માત્ર વિચાર કરે છે કે-આપણે એવું ક્યું તપ કરીએ કે જેથી આપણને પણ આવી પ્રવર ઋદ્ધિ પ્રાપ્ત થાય. ભગવાનને જોતાં જ તેઓ પોતાના વક્ષસ્થળ પર હાથ મૂકે છે અને તેમના મનમાં મહાન આશ્ચર્ય ઉત્પન્ન થાય છે.
આથી હે ગૌતમ ! અનંત ગુણોના સમૂહોથી અધિષ્ઠિત છે શરીર જેમનું એવા, સુગૃહીત નામધેય, ધર્મતીર્થકર એવા તે અરિહંત ભગવંતોના વિદ્યમાન એવા ગુણસમૂહ રૂપી રત્નોના સમુદાયને દિવસ ને રાત, સમયે સમયે હજાર જીભથી બોલતો સુરેન્દ્ર પણ, અથવા તો કોઈ ચાર જ્ઞાનવાળા મહાત્મા અગર તો અતિશય સંપન્ન છદ્મસ્થ જે સ્વયંભૂરમણ સમુદ્રનો ક્રોડો વર્ષે પણ પાર ન પામે તેમ તેમના ગુણોનો પાર પામી શકતો નથી, કારણ કે-ધર્મતીર્થકર શ્રી અહિત ભગવંતોના ગુણરૂપી રત્નો અપરિમિત હોય છે. અહીં વિશેષ શું કહેવું ? જ્યાં ત્રણ લોકના નાથ, જગતના ગુર, ત્રણ ભુવનના એકમાત્ર બંધુ, ત્રણ લોકના તે તે ગુણના સ્તંભરૂપ-આધારરૂપ-શ્રેષ્ઠ ધર્મતીર્થકરોના પગના અંગૂઠાના ટેરવાનો અગ્ર ભાગ કે જે અનેક ગુણોના સમૂહથી અલંકૃત છે તેના અનંતમા ભાગનું સુરેન્દ્રો અથવા ભક્તિના જ અત્યંત રસિક સર્વ પુરુષો અનેક જન્માંતરોમાં સંચિત અનિષ્ટ દુષ્ટ કર્મરાશિજન્ય દુર્ગતિ દૌર્મનસ્ય આદિ સકલ દુઃખ, દારિત્ર્ય, ક્લેશ, જન્મ, જરા, મરણ, રોગ, શોક, સંતાપ, ઉદ્વેગ, વ્યાધિ, વેદના આદિના ક્ષયને માટે વર્ણન કરવા માંડે ત્યારે સૂર્યનાં કિરણોના સમૂહની જેમ ભગવાનના અનેક ગુણોનો સમૂહ એક સાથે તેમની જિલ્લા2 સ્કુરાયમાન થાય છે તેને ઇંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org