Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૧૭૩
રંતુનો અર્થ ચંદ્રોથી પણ વધુ નિર્મળ એમ કરવામાં આવેલ છે.
આ રીતે ચે. વ. મ. ભા., યો. શા. સ્વ. વિ. તથા આ. દિ. કવિ શબ્દનો ઉપયોગ (અર્થ કરતાં) કરે છે કે જે મૂળમાં વપરાયેલ નથી.
આ રીતે વેસુ નિમવા એ પદ, ચંદ્રોથી પણ વધારે નિર્મળ એ અર્થમાં સિદ્ધ થાય છે.
आइच्चेसु अहियं पयासयरा-[आदित्येभ्योऽधिकं प्रकाशकरा:]સૂર્યોથી અધિક પ્રકાશ કરનારા.
આ. હા. ટી. પીસીનું સંસ્કૃત પ્રભાસક્કર: અથવા પ્રશ્નાણાઃ એમ કરી સમગ્ર પદનો અર્થ કરે છે કે-કેવલજ્ઞાનના ઉદ્દદ્યોતથી વિશ્વને પ્રકાશિત કરતા હોવાથી સૂર્યોથી અધિક પ્રભાસ કરનારા યા તો પ્રકાશ કરનારા.
લ. વિ. પાસવરનું સંસ્કૃત પ્રશRT: એ પ્રમાણે કરે છે. બાકી આ. હા. ટી. સમગ્ર પદનો જે અર્થ કરે છે તેમાં અને લ. વિ. જે અર્થ કરે છે તેમાં કશો જ ફરક નથી.
ચે. વ. મ. ભા. જણાવે છે કે લોક અને અલોકનો ઉદ્યોત કરનાર કેવલજ્ઞાનના પ્રકાશ વડે આદિત્યો એટલે સૂર્યો તેમનાથી પણ અધિક પ્રકાશ કરનારા.
યો. શા. સ્વ. વિ., દ. ભા., વ. ૬. તથા ધ. સં. જણાવે છે કે કેવલજ્ઞાનના ઉદૂદ્યોત વડે લોકાલોકના પ્રકાશક હોવાથી સૂર્યોથી પણ અધિક
१. सप्तमी निर्धारणे इति प्राकृतसूत्रेण पञ्चमीस्थाने सप्तमी । केचित् सप्तमीमेव व्याख्यान्ति ।
–આ. દિ., ૫. ૨૬૮ અ. चन्द्रेभ्योऽपि निर्मलतराः
–આ. દિ., ૫. ૨૬૮ અ. २. आदित्येभ्योऽधिकप्रभासकराः प्रकाशकरा वा केवलोद्योतेन विश्वप्रकाशनादिति,
આ. હા. ટી., ૫. ૫૧ અ. ३. आइच्चा दिवसयरा, तेहिं वि अहियं पयासयरा । लोआलोउज्जोअग केवलनाणप्पगासेण ॥६३७॥
-ચે. વ. મ. ભા., પૃ. ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org