Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૭૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
નિષ્ણનયર એવો પણ પાઠ પ્રાપ્ત થાય છે. ચંદ્રો કરતાં વધુ નિર્મલ કહેવાનું કારણ સકલ કર્મરૂપી મલ ચાલ્યો ગયો તે છે. નિર્યુક્તિકારે જે જણાવ્યું છે કે-ચંદ્ર આદિની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ત્યાં ક્ષેત્ર શબ્દથી ક્ષેત્રમાં રહેલી વસ્તુઓ સમજવી. કારણ કે, ક્ષેત્ર અમૂર્ત છે તેને મૂર્તિ એવી પ્રભા પ્રકાશિત કરી શકે નહિ.
ચે. વ મ. ભા. જણાવે છે કે-અહીં સપ્તમીનું બહુવચન પંચમીના અર્થમાં છે. તેથી ચંદ્રોથી પણ વધુ નિર્મલ એમ સમજવું.
યો. શા. સ્વો. વિ. તથા ધ. સં, જણાવે છે કે અહીં પાસ્તૃતીયા જો સૂત્રથી પંચમીના અર્થમાં સપ્તમી થયેલ છે. તેથી ચંદ્રોથી પણ વધુ નિર્મળ છે. કારણ કે તેમના સમગ્ર કર્મરૂપી મળનો નાશ થયેલો છે. વંઠુિં નિમ્બારા એનું પાઠાંતર પણ છે.
દે. ભા. તથા વં. વૃ. જણાવે છે કે-વંસુ પદમાં પંચમીના અર્થમાં સપ્તમી વિભક્તિ આવેલ છે. તેઓ (શ્રી અરિહંત ભગવંતો) ચંદ્રોથી વધુ નિર્મળ છે; કારણ કે તેમનું કર્મમલરૂપી કલંક ચાલ્યું ગયેલ છે.
આ. દિ. જણાવે છે કે-સરની નિર્ધારને એ પ્રાકૃત સૂત્રથી પંચમીના સ્થાને સપ્તમી આવેલ છે. કેટલાક સપ્તમીની જ વ્યાખ્યા કરે છે. એમ કહી
१. इह प्राकृतशैल्या आर्षत्वाच्च पञ्चम्यर्थे सप्तमी द्रष्टव्येति, चन्द्रेभ्यो निर्मलतराः, पाठान्तरं ___वा चंदेहिं निम्मलयर त्ति तत्र सकलकर्ममलापगमाच्चन्द्रेभ्यो निर्मलतरा इति ।
–આ. હા. ટી., પ. ૫૧૦. અ. २. सत्तमिया बहुवयणं नेयं इह पञ्चमीए अत्थम्मि । चंदेहितो वि तओ, नायव्वा निम्मलतरा ते ॥६३६।।
-ચે. વ. મ. ભા., પૃ. ૧૧૫ ३. पञ्चम्यास्तृतीया च ॥८।३।१३६।। इति पञ्चम्यर्थे सप्तमी, अतश्चन्द्रेभ्योऽपि निर्मलतरा: - सकल कर्ममलापगमात्, पाठान्तरं वा चंदेहिं निम्मलयरा,
-યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૮ અ.
४. पञ्चम्यर्थे सप्तमी, यत् चन्द्रेभ्यो निर्मलतराः कर्ममलकलङ्कापगमात्,
-દ. ભા., પૃ. ૩૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org