Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૧૮૧
પ્રકારના અરિહંતનું ગ્રહણ થઈ જાય. જયારે ઉપર્યુક્ત વિશેષણો મૂકયા બાદ માત્ર ભાવ-અરિહંતનું જ ગ્રહણ થાય છે, અન્યનું નહિ'.
૧૦. પ્રશ્ન-વત્રી પદને જ કાયમ રાખી બાકીનાં સર્વ પદોને દૂર કરવામાં આવે તો કાંઈ બાધ આવે ખરો ?
ઉત્તર-હા, બાધ આવે; વતી પદથી શ્રુતકેવલી આદિ પણ આવી જાય, માટે બાકીનાં વિશેષણો મૂકવામાં આવ્યાં છે. આવા વિશેષણોથી વિશિષ્ટ પરમાત્મા તે શ્રી અરિહંત ભગવંત જ છે.
૧૧. પ્રશ્ન-સુવિદિં ર પુષ્પદંતં પદમાં સુવિદિં ર કહ્યા પછી પુwવંત કહેવાનું પ્રયોજન શું ?
ઉત્તર-પુષ્પદંત એ સુવિધિનાથનું બીજું નામ છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં બે તીર્થકરોને ચંદ્ર જેવા ગૌર ગણાવતાં ચંદ્રપ્રભ અને પુષ્પદંત એમ બે નામ બતાવ્યાં છે, ત્યાં સુવિધિ નામનો ઉલ્લેખ નથી, એટલે સુવિધિ એ વિશેષણ હોવાનું પ્રતીત થાય છે. તે સિવાય આવસ્મય નિજુત્તિમાં પણ કેવલ પુષ્પદંત નામ જ લેવામાં આવેલ છે. જ્યારે બીજી તરફ ચે. વ. મ. ભાગમાં સુવિધિ એ નામ છે અને પુષ્પદંત એ વિશેષણ છે એમ કહેલ છે અને મતાંતર તરીકે કેટલાક પુષ્પદંતને વિશેષ્ય માને છે અને સુવિધિને વિશેષણ માને છે એ વાત ટાંકવામાં આવી છે. ગમે તે એકને વિશેષણ બનાવી
१. आह-यद्येवं हन्त तीर्हत इत्येतावदेवास्तु, लोकस्योद्योतकरानित्यादि पुनरपार्थकं, न, __ तस्य नामाद्यनेक भेदत्वात् भावार्हत्सङ्ग्रहार्थत्वादिति, -લ. વિ. પૃ. ૪૪ २. इह श्रुतकेवलिप्रभृतयो अन्येऽपि विद्यन्त एव केवलिनः तन्माभूत्तेष्वेव सम्प्रत्यय इति
तत्प्रतिक्षेपार्थं लोकस्योद्योतकरानित्याद्यपि वाच्यमिति, -લ. વિ. પૃ. ૪૪ ३. दो तित्थगरा चंदगोरा वण्णेणं पण्णत्ता, तंजहा चंदप्पभे चेव पुष्पदंते चेव ।।
-ઠાણાંગ સૂત્ર, ઠાણ ૨, ઉદ્દેશ ૪, સૂત્ર ૧૦૮, ૫. ૯૮ આ. ४. ससि पुप्फदंत सीअल
–આ. નિ., ગા. ૩૭૦ ससि पुष्पदंत ससिगोरा
–આ. નિ. ગા. ૩૭૬ ૫. સુવિહી ના વિસ વીય- ૨. વ. મ. ભા., ગા. ૫૭૧. પૃ. ૧૦૩ ૬. બન્ને પયં નામ સુવિદિત્ર વિલેસાં સેંતિ . ચે. વ. મ. ભા., ગા. ૫૭૩. પૃ. ૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org