Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૮૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
શ્રી જિનવરેન્દ્રોના અતિ અદ્ભુત ગુણકીર્તન સ્વરૂપ ચતુર્વિંશતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.
लोगस्स उज्जोअगरे
લોક શબ્દથી અહીં પંચાસ્તિકાયાત્મક લોક સમજવાનો છે. પંચાસ્તિકાય એટલે (૧) ધર્મ (ધર્માસ્તિકાય), (૨) અધર્મ (અધર્માસ્તિકાય), (૩) આકાશ (આકાશાસ્તિકાય), (૪) પુદ્ગલ (પુદ્ગલાસ્તિકાય) અને (૫) આત્મા (જીવાસ્તિકાય)
(૧) ધર્મ (ધર્માસ્તિકાય) એટલે ગતિશીલ પુદ્ગલો અને જીવોને ગતિમાં નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય. પાણીમાં તરી રહેલી માછલીનું ઉદાહરણ વિચારવાથી તે વાત સ્પષ્ટ રીતે સમજાય છે. માછલીમાં તરવાની શક્તિ રહેલી છે અને પાણી તેને સહાયક બને છે, તે જ રીતે પુદ્ગલો અને જીવો ગતિ કરવામાં સમર્થ છે. તેઓને ધર્મરૂપી દ્રવ્ય ગતિમાં નિમિત્ત બને છે.
(૨) અધર્મ (અધર્માસ્તિકાય) એટલે પુદ્ગલો અને જીવોને સ્થિર રહેવામાં (સ્થિતિમાં) નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય. સ્થિર રહેવાની ઇચ્છાવાળા મનુષ્યને સ્થિર રહેવામાં જે રીતે શય્યા તથા આસન સહાયભૂત થાય છે, તે રીતે આ દ્રવ્ય પુદ્ગલો તથા જીવોને સ્થિર રહેવામાં નિમિત્તભૂત થાય છે. (૩) આકાશ(આકાશાસ્તિકાય)નું લક્ષણ અવગાહ પ્રદાન મનાયું છે. બીજાં દ્રવ્યોને પોતામાં સ્થાન આપવું એ આકાશનું કાર્ય છે. આકાશ દ્રવ્ય સ્વરૂપથી એક અને અખંડ છે, છતાં વ્યવહારથી તેના બે ભેદો ગણાય છે. (૧) લોકાકાશ અને (૨) અલોકાકાશ. જેટલા ભાગમાં ધર્મ (ધર્માસ્તિકાય) અને અધર્મ (અધર્માસ્તિકાય) છે તેને લીધે જ્યાં સુધી પુદ્ગલો અને જીવો ગતિ અને સ્થિતિ કરી શકે છે, તેટલા ભાગને લોક સંબંધી આકાશ અર્થાત્ લોકાકાશ કહેવાય છે; અને જેટલા ભાગમાં માત્ર આકાશ સિવાય બીજું એક
१. दंसणयारविसोही, चउवीसायत्थएण किच्च य । अच्चब्भु अगुणकिंत्तण रूवेण जिणवरिंदाणं । २. अयं चेह तावत् पञ्चास्तिकायात्मको गृह्यते ।
Jain Education International
-ચઉસરણપઈગ્ણય, ગા. ૩
-આ. હા. ટી., ૫. ૪૯૪ ૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org