Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
ધર્મની પ્રાર્થના કરવી એ પણ મોહ છે; કારણ કે, ધર્મ તેનું પણ કારણ નથી. શ્રી તીર્થંકરપણાની ઇચ્છામાં-(કે તીર્થકરો અષ્ટમહાપ્રાતિહાર્ય-સમવસરણ આદિ વિભૂતિને યોગ્ય બની દેવોથી પૂજાય છે, મને પણ તપથી આવું તીર્થકરપણું પ્રાપ્ત થાઓ એવી ઈચ્છામાં) પણ દોષ છે. પ્રથમની માફક તેનો પણ શાસ્ત્રમાં પ્રતિષેધ કરાયેલો છે.
તે ઇષ્ટભાવ(શુભ પરિણામ)ને બાધા કરનાર છે. નિદાનની ઇચ્છા જ ધર્મમાં વિજ્ઞભૂત છે; કારણ કે તેમાં ઋદ્ધિ આદિના પ્રધાનપણાની અને ધર્મમાં ગૌણપણાની બુદ્ધિ આવે છે.
આ વાતને વધારે સ્પષ્ટતાથી વિચારીએ તો કહી શકાય કેપૌગલિક આશંસાત્મક નિદાન તત્ત્વદર્શનના અભાવવાળું છે અને મહા અપાયનું કારણ છે; કારણ કે, આની પાછળ અવિશેષજ્ઞતા જ કાર્ય કરે છે. અવિશેષજ્ઞતા-સારાસારઅજ્ઞાનતા ખરેખર નિંદનીય છે એ વાત સામાન્ય માણસોને પણ પ્રતીત છે. (બાકી તો) આ બધી વસ્તુ (સંસારથી ઉદ્વિગ્ન) યોગી પુરુષોની બુદ્ધિથી જ ગમ્ય છે.
હવે હિંતુ પદ સાર્થક છે કે નિરર્થક ? એનો જો વિચાર કરીએ તો એમાં ભજના છે. શાસ્ત્રમાં એને અસત્યામૃષા (વ્યવહાર ભાષા) નામની ચતુર્થ ભાષા કહી છે અને તેથી તે સાર્થક છે તેમ નિરર્થક પણ છે. (આશંસારૂપ આ ચતુર્થભાષા કંઈ સાધવાને કે નિષેધવાને સમર્થ નથી માટે તે નિરર્થક અને પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય આનું ફળ હોવાથી સાર્થક પણ છે) કહ્યું છે કે-ભક્તિપૂર્વક બોલાયેલી આ અસત્યામૃષા નામની ભાષા છે. પરંતુ જેમના રાગદ્વેષ ક્ષીણ થઈ ગયા છે એવા વીતરાગ જિનેશ્વરી સમાધિ કે બોધિ આપતા નથી.
એમની પ્રાર્થના કરવાથી મૃષાવાદ લાગે છે એમ પણ ન સમજવું; કારણ કે તેમનું પ્રણિધાન કરવાથી જ તેના ગુણથી (પ્રણિધાનના ગુણથી) ફલની પ્રાપ્તિ જરૂર થાય છે.
જેમ ચિંતામણિ રત્નો આદિથી પ્રાણીઓ ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરે છે, તેમ જિનેશ્વરોમાં રાગાદિ ન હોવા છતાં પણ તેમનાથી ઇચ્છિત વસ્તુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org