Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૧૭૭
(૬) સૂત્ર-પરિચય
પ્રશ્નોત્તર ૧. પ્રશ્ન-લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથામાં તો રૂ ૩બ્લોરમારે પદ મૂકવાનું પ્રયોજન શું છે ?
ઉત્તર-ઉદ્યોત્ય એવો જે લોક અને ઉદ્યોતકર એવા જે તીર્થંકરો એ બેની વચ્ચે ભિન્નતા દર્શાવવા માટે તે પદ મૂકવામાં આવ્યું છે. અને એ રીતે વિજ્ઞાનવાદી(બૌદ્ધો)ના મતનો નિરાસ થાય છે.
૨. પ્રશ્ન-શ્રી તીર્થકર ભગવંતો લોકના ઉદ્યોતકર છે તો તે ભાવોદ્યોતથી લોકનો ઉદ્યોત કરે છે કે દ્રવ્યોદ્યોતથી લોકનો ઉદ્યોત કરે છે?
ઉત્તર-શ્રી તીર્થકર ભગવંતો પંચાસ્તિકાયાત્મક લોકનો પ્રકાશ ભાવોદ્યોત વડે કરે છે. તેમ પોતાની આગળ ચાલતા ધર્મચક્ર દ્વારા દ્રવ્યોદ્યોત વડે (બાહ્ય ઉદ્યોત) પણ કરે છે. આ અપેક્ષાએ તેઓ ભાવોદ્યોત તેમ દ્રવ્યોદ્યોત બંને વડે લોકનો ઉદ્યોત કરનારા છે.
૩. પ્રશ્ન-શ્રી તીર્થંકર ભગવંતની આગળ ચાલતા ધર્મચક્રની વિશેષતા શી છે?
ઉત્તર-શ્રી તીર્થકર ભગવંત જ્યારે આ ભૂતળ ઉપર વિચરે છે, ત્યારે તેમની આગળ એક ધર્મચક્ર ચાલે છે. આ ધર્મચક્ર દેવકૃત અતિશય સ્વરૂપ હોય છે અને તે આકાશ તથા પૃથ્વીને પ્રકાશિત કરે છે.
અરિહાણાઈ થુત્તના કર્તા જણાવે છે કે
સૂર્યબિંબની જેમ દેદીપ્યમાન પ્રભાવાળું, તેજથી જાજ્વલ્યમાન એવું ધર્મચક્ર જિનેન્દ્રની આગળ ચાલે છે અને આકાશ, પાતાલ તથા સમગ્ર પૃથ્વીમંડલને પ્રકાશિત કરતું તે ચક્ર ત્રણેય લોકના મિથ્યાત્વ મોહ સ્વરૂપ
१. ननु केवलिन इत्यनेनैव गतार्थमेतत्, लोकोद्योतकरणशीला एवं हि केवलिनः, सत्यं, विज्ञानाद्वैतनिरासेनोद्द्योतकरादुद्द्योत्यस्य भेददर्शनार्थम् ।।
-યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૪ આ. પ્ર.-૧-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org