Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૧૫૫
છે. એ પ્રમાણે ભગવાન પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે એનો અર્થ એ થયો કે તેઓ ક્યારેક અપ્રસન્ન પણ થાય છે.) સજ્જનોની એવા પ્રકારની વચનપદ્ધતિ નથી હોતી કે જેથી મૂળ તત્ત્વમાં જ બાધ આવે; કારણ કે શ્રી જિન-માર્ગ વચનની કુશળતા યુક્ત પુરુષોથી જ સમજાય તેવો છે.
પક્ષીયંતુ આ વચનનો ઉપન્યાસ નિષ્પ્રયોજન છે કે સપ્રયોજન ? તેનો જો વિચાર કરીએ તો તે ઉપન્યાસ યુક્તિ-યુક્ત જ છે, ભગવાનની સ્તુતિ સ્વરૂપ હોવાથી. કહ્યું છે કે-આ ભગવંતોના રાગાદિ ક્લેશો ક્ષીણ થઈ ગયેલા છે તેથી તેઓ પ્રસન્ન થતા નથી અને તેમની કરાયેલી સ્તુતિ પણ નકામી થતી નથી; કારણ કે, તેઓની સ્તુતિ કરવાથી ભાવોની વિશુદ્ધિ થાય છે અને પરિણામે કર્મોનો નાશ થાય છે.
ચે. વં. મ. ભા. જણાવે છે કે-જે સ્તુતિ કરવાથી તુષ્ટ-પ્રસન્ન થાય તે નિંદા કરવાથી અવશ્ય રુષ્ટ બને. તેઓ વીતરાગ શબ્દને કેવી રીતે ધારણ કરી શકે ? અને તેઓની સ્તુતિ પણ કેમ કરાય ? હવે જો વીતરાગ ભગવંતો પ્રસન્ન નથી થતા તો પછીયંતુ એવું બોલવાનું શું પ્રયોજન ? આ રીતનો પ્રશ્ન ઉઠાવી ત્યાં સમાધાન કરતાં કહ્યું છે કે-સાચી વાત છે કે રાગ-દ્વેષ વિનાના તે ભગવંતો તુષ્ટ થતા નથી, તો પણ ભક્તિપૂર્વકના આ વચન વડે કર્મોનો ક્ષયો+શમ થવાથી ભવ્ય આત્માઓનું સુંદર કલ્યાણ થાય છે.
१. आह- किमेषा प्रार्थना अथ नेति, यदि प्रार्थना न सुन्दरैषा आशंसारूपत्वात् । अथ न, उपन्यासोऽस्या अप्रयोजन इतरो वा । अप्रयोजनश्चैदचारु वन्दनसूत्रं निरर्थकोपन्यास युक्तत्वात्, अथ सप्रयोजनः, कथमयथार्थतया तत्सिद्धिरिति, अत्रोच्यते, न प्रार्थनैषा तल्लक्षणानुपपत्तेः तदप्रसादाक्षेपिकैषा, तथा लोकप्रसिद्धत्वात्, अप्रसन्नं प्रति प्रसाददर्शनात्, अन्यथा तदयोगात् भाव्यप्रसादविनिवृत्त्यर्थं च उक्तादेव हेतोरिति, उभयथाऽपि तदवीतरागता, अत एव स्तवधर्मव्यतिक्रमः, अर्थापत्त्याऽऽक्रोशात् अनिरूपिताभिधानद्वारेण, नखल्वयं वचनविधिरार्याणां तत्तत्त्वबाधनात् वचनकौशलोपेतगम्योऽयं मार्गः, अप्रयोजन - सप्रयोजनचिन्तायां तु न्याय्य उपन्यासः, भगवत्स्तवरूपत्वात् । उक्तंचक्षीणक्लेशा एते, न हि प्रसीदन्ति न स्तवोऽपि वृथा । तत्स्वभाव (स्वभाव) -લ. વિ., પૃ. ૪૫-૪૬.
વિશુદ્ધે:, પ્રયોગનું મંવિામ રૂતિ પ્રા २. तूसंति संथुया जे, नियमा रूसंति निंदिया ते उ । જ્જ વીયાસનું, વતિ ? તે ન્હ થોયબા ? ૬રદ્દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org