Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર૦૧૬૭
ચે. વ. મ. ભા. જણાવે છે કે આ અસત્યામૃષા નામની ભક્તિથી બોલાયેલી ભાષા છે. બાકી જેમના રાગ અને દ્વેષ ચાલ્યા ગયા છે એવા જિનવરો સમાધિ અને બોધિને આપતા નથી. પરંતુ રાગ-દ્વેષ રહિત જિનવરોની પરમ ભક્તિથી જીવો આરોગ્ય બોધિલાભ અને સમાધિમરણને પ્રાપ્ત કરે છે.
ઉપર્યુક્ત અર્થ આવસ્મયનિજુત્તિમાં નિદાનની ચર્ચાના પ્રસંગમાં દર્શાવેલ છે, તદ્વિષયક ગાથાઓ ચે. વ. મ. ભા. ના કર્તાએ અહીં ઉદ્ભત કરી છે. સમાધિનો અર્થ નિષુત્તિકારે સમાધિમરણ કર્યો છે, જે નોંધપાત્ર છે.
યો. મા. સ્વ. વિ. તથા ધ. સં. જણાવે છે કે આપણે એવું ભક્તિથી કહેવાય છે. કહ્યું છે કે-અસત્યામૃષા નામની કેવળ ભક્તિથી બોલાયેલી આ ભાષા છે. અન્યથા, જેમના રાગાદિ દોષો ક્ષીણ થઈ ગયા છે તેઓ સમાધિ અને બોધિને આપતા નથી.
આ વિષય પર અન્યાન્ય ગ્રંથકારોએ પણ વિશદતાથી વિવેચન કર્યું છે. જે પૈકી ધર્મસંગ્રહણીના કર્તાએ જે વિગત ટાંકી છે તે વિશિષ્ટ કોટિની હોવાથી પાદનોંધમાં આપેલ છે.
१. भासा असच्चमोसा नवरं भत्तीए भासिया एसा ।
नं हु खीणपेज्जदोसा दिति समाहिं च बोहिं च ॥६३४|| भत्तीए जिणवराणं परमाए खीणपेज्जदोसाणं । માવોહિલ્લામું સાહિમ ૨ પાર્વેતિ ક્રૂડા ચે. . મ. ભા., પૃ. ૧૧૪ २. एतच्च भक्त्योच्यते, यत उक्तम्
भासा असच्चमोसा नवरं भत्तीइ भासिआ एसा नहु खीणपिज्जदोसा, दिति समाहिं च बोहिं च इति ॥१॥
-યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. પાદનોંધ : ધર્મસંગ્રહણીવૃત્તિમાં કહ્યું છે કે-માવોદિતાપં એ વાક્ય નિષ્ફળ નથી. આરોગ્ય આદિ વસ્તુઓ તત્ત્વથી તો શ્રી તીર્થંકર ભગવંત વડે જ અપાય છે; કારણ કે તેઓ જ તથાવિધ વિશુદ્ધ અધ્યવસાયના હેતુ છે.
नैवैतदारोग्यादि वाक्यं स्वतो निष्फलं, आरोग्यादेस्तत्त्वतो भगवद्भिरेव दीयमानत्वात् અવસ્થતથવિધ વિશુદ્ધષ્યવસાયદેતુત્વીતુ | -ધર્મ સંગ્રહણીવૃત્તિ પૃ. ૩૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org