Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૦ ૧૬૫
ચે. વ. મ. ભા. જણાવે છે કે-મનની નિવૃત્તિ તે સમાધિ છે તેના દ્વારા શ્રેષ્ઠ એવો બોધિલાભ. આ રીતે શ્રેષ્ઠ ભાવસમાધિ એમ અર્થ ન કરતાં સમાધિ વડે શ્રેષ્ઠ એવો બોધિલાભ એવો અર્થ તેઓ કરે છે અને આ પ્રમાણે કરી સમઢિવાં શબ્દનો કવોહિલ્લાબં પદમાં આવેલ વોહિલ્લામ શબ્દ સાથે સંબંધ જોડે છે.
યો. શા. સ્વ. વિ., દે. ભા., વં. વૃ. તથા ધ. સં. જણાવે છે કેબોધિલાભ માટે સમાધિવરને. એટલે કે વરસમાધિને કે જે પરમ-સ્વાથ્યરૂપ ભાવસમાધિ છે તેને.
આ. દિ. ગ્રંથમાં આ અંગે કંઈ જ વિવેચન નથી.
આ રીતે સદવરન્ પદ-શ્રેષ્ઠ એવી સમાધિને એટલે કે ભાવસમાધિને અને પૂર્વના મારુ વહિત્ના પદ સાથે સમાવિનો સંબંધ જોડતાં બોધિલાભ માટે શ્રેષ્ઠ એવી ભાવ સમાધિને એ અર્થમાં સિદ્ધ થાય છે.
ઉત્તમ-[૩]-ઉત્તમ.
આ. હા. ટી., લા. વિ., યો. શા. સ્વો. વિ., દે, ભા, વં. વૃ. તથા ધ. સં., ૩ત્તમનો અર્થ સર્વોત્કૃષ્ટ કરે છે અને જણાવે છે કે-ઉપર્યુક્ત ભાવ સમાધિ પણ ઓછાવત્તા અંશે અનેક પ્રકારની હોવાથી અહીં સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ ગ્રાહ્ય છે, માટે ૩ત્ત પદ મૂકવામાં આવેલ છે. ચે. . મ. ભા. જણાવે છે કે તે બોધિલાભનું સર્વ પ્રધાનપણું સૂચવવા માટે ઉત્તમ પદ મૂકેલ છે.
-
१. मणनिव्वुई समाही, तेण वरं दितु बोहिलाभं मे ।
-ચે. વ. મ. ભા., ગા. ૬૩૧ પૃ. ૧૧૩ २. तदर्थं च समाधिवरं वरसमाधि परमस्वास्थ्यरूपं भावसमाधिमित्यर्थः ।
-યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. ३. असावपि तारतम्यभेदादनेकधैव अत आह उत्तम-सर्वोत्कृष्टं ।
–આ. હા. ટી., ૫. ૫૦૭ આ. ४. तस्स वि सव्वपहाणत्तसाहगं उत्तमं भणियं ।।
-ચે. વ. મ. ભા., ગા. ૬૩૨, પૃ. ૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org