Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અન્નત્ય-સૂત્ર ૯ ૧૧૯
(બીજા વેગો માટે પણ આ પ્રમાણે સમજી લેવું.)
આ રીતે (૧) ઉચ્છવાસ, (૨) નિઃશ્વાસ, (૩) ઉધરસ, (૪) છીંક, (૫) બગાસું, (૬) ઓડકાર, (૭) વા-છૂટ, (૮) ભ્રમરી, (૯) પિત્તની મૂચ્છ, (૧૦) ગાત્ર-સ્કુરણ, (૧૧) સૂક્ષ્મ કફસંચાર અને (૧૨) નિમેષ-એ બાર અપવાદો શરીરની સ્વાભાવિક ક્રિયાઓને રોકવાનું અશક્ય હોઈને રાખવામાં આવે છે.
રૂરિ મા II-ઇત્યાદિ શબ્દથી અહીં ચાર પ્રકારના આગારો ગ્રહણ કરવાની પરંપરા છે; તે નીચે મુજબ :
अगणीओ छिदिज्ज वस, बोहिय क्खोभाई दीह-डक्को वा । आगारेहिं अभग्गो, उस्सग्गो एवमाईहिं ॥
(આ. નિ. ગા. ૧૫૧૬) (૧) અગ્નિ ફ્લાતો આવીને સ્પર્શ કરે, (૨) અથવા કોઈ શરીરને છેદવા લાગે, (૩) ચોર કે રાજા આવીને ક્ષોભ-અંતરાય કરે અથવા (૪) સર્પદંશ થાય, કે થવાનો સંભવ ઉત્પન્ન થાય, તો કાયોત્સર્ગનો ભંગ ન થાય.
આ સંબંધમાં શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ ટીકામાં જણાવ્યું છે કે-જયારે અગ્નિ અથવા વીજળીનાં જ્યોતિ સ્પર્શ કરે ત્યારે પ્રાવરણ માટે ઉપધિને ગ્રહણ કરતાં કાયોત્સર્ગનો ભંગ થયો ગણાતો નથી. કોઈ શંકા કરે કે નમસ્કારનું ઉચ્ચારણ-કથન કરીને શા માટે તેને ગ્રહણ ન કરે કે જેથી તે
છે અને આદત નામના વાયુનો રોગ થાય છે.) ઓડકારને રોકવાથી અરુચિ, કંપ, હૃદય અને છાતીમાં જાણે દોરડાંથી તાણી બાંધ્યું હોય એવું દુઃખ, પેટ ચડવું, ઉધરસ, હેડકી વગેરે રોગો થાય છે.
વાછૂટ થતી હોય તેને રોકવાથી ગુલ્મ, ઉદાવર્ત, કોઠામાં શૂળ અને ગ્લાનિ થાય છે તથા વાયુ, મૂત્ર અને ઝાડો બંધ થઈ જાય છે, તેમજ આંખોનું તેજ અને જઠરનો અગ્નિ નાશ પામે છે તથા હૃદયના રોગ (હૃદ્રોગ) થાય છે. તથા ઊલટીનો વેગ રોકવાથી રતવા, ચર્મ રોગ, કુષ્ઠ, આંખના રોગ, ખણ, પાંડુ રોગ, તાવ, ઉધરસ, દમ, ઊબકા, વ્યંગ રોગ, સોજા વગેરે થાય છે.
* વોદિ-મનુષ્યનું અપહરણ કરનાર ચોર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org