Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૭ ૧૪૫
યો. શા., સ્વો. વિ. દે. ભા., વં. વૃ. તેમજ ધ. સં. પણ એ જ વાત જણાવે છે કે-અહીં કેવલી પદથી માત્ર ભાવ અર્હત્ જ ગ્રહણ કરવા એટલે કે જ્યારે તે અર્હત્ થઈને વિચરતા હોય તે સ્થિતિમાં રહેલા અર્હત્ જ ગ્રહણ કરવા. પરંતુ રાજ્ય અવસ્થામાં અથવા તે મુનિ અવસ્થામાં વિચરતા અર્હતો ન લેવા, કારણ કે તે અવસ્થામાં તે ભાવ અર્હત્ નથી પણ દ્રવ્ય અર્હત્ છે. જ્યારે આ સૂત્ર માત્ર ભાવ અર્હતોની સ્તુતિ માટે છે. અને તેથી પિ શબ્દની વ્યાખ્યા કરતાં, અપિ શબ્દથી અન્યને ગ્રહણ કરવા એમ જ્યાં કહેવાયું છે, ત્યાં અન્ય શબ્દથી ઐરવતાદિ ક્ષેત્રમાં રહેલા વર્તમાન ચોવીસીના તથા મહાવિદેહ ક્ષેત્રમાં રહેલ વિહરમાન ભાવ જિનોને જ ગ્રહણ કરવાના છે એ વાત સ્વયં સિદ્ધ બને છે.
બીજું, ત્રીજી અને ચોથી-આ ત્રણ ગાથાઓમાં દર્શાવાયેલ ચોવીસ તીર્થંકર ભગવંતોનાં નામોના સામાન્ય તેમજ વિશિષ્ટ અર્થો છે. સામાન્ય અર્થ દરેક તીર્થંકર ભગવંતના નામમાં ઘટી શકે છે, જ્યારે વિશિષ્ટ અર્થ, તે તે તીર્થંકર ભગવંતના નામમાં ઘટી શકે છે.
શ્રી ઋષભદેવ ભગવાનના નામ માટે બે ખાસ મહત્ત્વની વિગતો ચર્ચવી અહીં જરૂરી છે. દરેક તીર્થંકર ભગવંતોને માત્ર એક જ સાથળમાં લાંછન એટલે કે એક વિશિષ્ટ ચિહ્ન હોય છે. એ જૈન શાસ્ત્રોએ માન્ય કરેલ ક્રમ છે. જ્યારે અપવાદરૂપે શ્રી ઋષભદેવ ભગવાનની બન્ને સાથળોમાં તપાવેલ સુવર્ણ જેવા ઉજ્વલ અને એક બીજાની તરફ મુખ કરીને રહેલ વૃષભો(ઋષભો)નું યુગલ, લાંછન સ્વરૂપે હતું એટલે કે દરેક સાથળમાં એક એક વૃષભનું લાંછન હતું. બીજી વિશિષ્ટતા એ હતી કે દરેક તીર્થંકરની માતા શ્રી તીર્થંકર ભગવંત માતાના ગર્ભમાં આવતાં જ ચૌદ સ્વપ્નોને જુએ છે, જે પૈકી પ્રથમ હાથીને જુએ છે. જ્યારે શ્રી ઋષભદેવ ભગવંતની માતાએ ઋષભદેવ ભગવંત ગર્ભમાં આવતાં પ્રથમ સ્વપ્નમાં વૃષભને (ઋષભ) જોયો હતો. આ બન્ને વિશિષ્ટતાના કા૨ણે તુષ્ટ બનેલ દેવોના ઇન્દ્રે તેમનું ઋષભ એ નામ સ્થાપ્યું હતું. આ વિગત આ. નિ. તથા આ. હા. ટી.માં સામાન્ય રીતે
"
१. उरूसुउसभलंछण उसभं सुमिणंमि तेण उसभजिणो -આ. નિ., ગા. ૧૦૮૦ २. जे भगवओ दोसु वि उरूसु उसभा उप्पराहुत्ता जेणं च मरुदेवाए भगवईए चोदसण्हं
પ્ર.-૧-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org