Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
અર્હતો લેવા. આ પ્રમાણે-પડવીસું ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા વર્તમાન ચોવીસીના અર્હતોને-એ અર્થમાં સિદ્ધ થાય છે.
પિ-[૫]-અને, વળી. (અર્થાત્ બીજાઓને પણ)
અહીં વપરાયેલ પિ પદ કે જે અપિ અવ્યય છે તેના અનેક અર્થો છે. તે પૈકી અહીં સમુચ્ચય અર્થ ઘટિત થાય છે. એટલે નૈવીસંપિનો અર્થ ચોવીસને અને એ પ્રમાણે થાય. અને કહ્યા બાદ વાક્ય અધૂરું રહે છે. શ્રોતાના મનમાં જિજ્ઞાસા પણ પ્રવર્તે છે કે અને પદથી આગળ શું સમજવું? તે માટે આ. નિ.માં સૂચવવામાં આવ્યું છે કે-પિ શબ્દના ગ્રહણથી. ઐરવત ક્ષેત્ર તથા મહાવિદેહ ક્ષેત્રમાં જે છે તેમનું ગ્રહણ સમજવુંૐ. એટલે નિજ્જુત્તિકારને અપિ શબ્દથી બીજા બે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ અર્હતો અભિપ્રેત છે.
આ. હા. ટી.માં તથા લ. વિ.માં જણાવાયું છે કે અપિ શબ્દ તેમનાથી અન્યના સમુચ્ચય માટે છે. એટલે કે વર્તમાન ચોવીસીના ઋષભાદિચોવીસ જિનોથી અન્ય એવા તીર્થંકરો માટે છે. નિર્યુક્તિકાર ઐરવત તથા મહાવિદેહ કહે છે તેમાં અને આ. હા. ટી. તથા લ. વિ. ના. વિધાનમાં ઐક્ય જ દેખાય છે. કારણ કે, નિર્યુક્તિકારે પણ ઐરવત અને મહાવિદેહ માત્ર જંબુદ્વીપના જ લેવા અને બાકીના ચાર ન લેવા તેવું વિધાન ક્યાંય કર્યું નથી.
ચે. વં. મ. ભા. અપ શબ્દથી મહાવિદેહ આદિમાં થયેલા એમ જણાાવે છે.
. વતુર્વિશક્તિ ભરતક્ષેત્રો દ્ધવાન્ ।
દે. ભા., પૃ. ૩૨૧
२. अपि सम्भावना प्रश्न शङ्कागर्हा समुच्चये ।
तथा युक्त पदार्थेषु, कामचार क्रियासु च ॥
३. अविसद्दगहणा पुण एरवय महाविदेहेसुं ।
-આ. ડી., વો. ૧, પૃ. ૧૫૫ -આ. નિ., ગા. ૧૦૭૮ -આ. હા. ટી., પૃ. ૪૧૪ અ.
४. अपि शब्दो भावतस्तदन्यसमुच्चयार्थः ।
. અવિસામો તંત્રે મહાવિવેત્તાપમવેવ । -ચે. વં મ. ભા., ગા. પ૨૯, પૃ. ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org