Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અન્નત્થ-સુત્ર ૦૧ ૨૫
ઓળખાવા લાગે છે.
આ રીતે દેહાધ્યાસનો નાશ એ પરમાત્મા બનવા માટેનું રહેલું પગથિયું છે. મુમુક્ષુએ કોઈ પણ ભોગે તેના પર ચડવું જ જોઈએ. એ પહેલું પગથિયું ચડવા માટે જ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા છે.
૨. કાયોત્સર્ગનું સ્વરૂપ :- કાયાનો ત્યાગ કરતી વખતે શરીર, વાણી અને મનની સ્થિતિ કેવા પ્રકારની રહેવી જોઈએ ? તેનો સ્પષ્ટ ખુલાસો કરવા માટે અહીં ત્રણ પદો મૂકેલાં છે : અનેvi, મોutif, ફાળોri. હાઇi એટલે આસન વડે સ્થિર થઈને અર્થાત્ કાયોત્સર્ગ કરતી વખતે ઊભા રહેવાનો કે બેસવાનો કે સૂવાનો જે નિર્ણય કર્યો હોય તે પ્રમાણે હું સ્થિરતાથી ઊભો રહીશ, સ્થિરતાથી બેસી રહીશ કે સ્થિરતાથી સૂઈ રહીશ; પણ મારી કાયાનું જરા પણ હલન-ચલન કરીશ નહિ. કાયાની પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલુ હોય છે ત્યાં સુધી મનમાં વિક્ષેપ થયા કરે છે, અને મનમાં વિક્ષેપ થવાથી ધ્યાન જામી શકતું નથી; ધ્યાનાવસ્થા સિદ્ધ કરવા માટે પ્રથમ કાયાને સ્થિર કરવાની જરૂર છે અને તેથી અહીં પ્રથમ નિર્દેશ તેનો કરવામાં આવ્યો છે.
મોur એટલે મૌન વડે સ્થિર થઈને; અર્થાત્ કાયોત્સર્ગ દરમિયાન હું કોઈ પણ જાતનો વાણીનો પ્રયોગ કરીશ નહિ. વાણીના પ્રયોગને મન સાથે ગાઢ સંબંધ છે; એટલે મનને સ્થિર કરવા માટે મૌનની પણ આવશ્યકતા છે અને તેથી બીજો નિર્દેશ તેનો કરવામાં આવ્યો છે.
ફાઇ એટલે ધ્યાન વડે સ્થિર થઈને; અર્થાત્ કાયોત્સર્ગ દરમિયાન હું મનને જ્યાં ત્યાં ભટકવા દઈશ નહિ કે જે તે વિચારો કરીશ નહિ, પરંતુ તેને એકાગ્ર બનાવીને શુભ ધ્યાનમાં જોડી દઈશ. મનને એકાગ્ર કરવાનું કામ ઘણું મુશ્કેલ છે; તેથી જ તેને કપિ કે મર્કટ સાથે સરખાવવામાં આવે છે, અને નિરંકુશ ભટકતા રાક્ષસની ઉપમા અપાય છે; પરંતુ તેનો અર્થ એ નથી કે તેને એકાગ્ર યા સ્થિર કરી શકાતું નથી. મનને એકાગ્ર કરવા માટે ચાર જાતનાં ધ્યેયો કે આલંબનો અને બાર પ્રકારની ભાવનાઓ ઉપયોગી છે.
ધ્યાનના આલંબનનું સ્વરૂપ જણાવતાં શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના સાતમાં પ્રકાશમાં કહ્યું છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org