Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ઉદ્યોતના બે ભેદો (દ્રવ્યોદ્યોત અને ભાવોદ્યોત) પૈકી દ્રવ્યોદ્યોતથી જિનેશ્વરો લોકનો ઉદ્યોત કરનારા નથી હોતા પરંતુ તીર્થકર નામકર્મના ઉદયથી અતુલ સત્ત્વાર્થ-પરોપકાર-કરવા દ્વારા ભાવોદ્યોત કરનારા હોય છે.
ઉદ્યોતકર પણ બે પ્રકારે હોય છે. (૧) સ્વઉદ્દ્યોતકર, (ર) પરઉદ્યોતકર.
શ્રી તીર્થકર ભગવંતો બન્ને પ્રકારે ઉદ્યોતકર છે. પોતાના આત્માને ઉદ્યોતિત કરવા દ્વારા તેઓ સ્વઉદ્યોતકર છે અને લોકમાં પ્રકાશ ફેલાવનાર વચનરૂપી દીપકની અપેક્ષાએ તેઓ બાકીના ભવ્ય વિશેષો માટે ઉદ્યોત કરનારા હોવાથી પર ઉદ્યોતકર છે.
ઉદ્યોતના પૂર્વોક્ત બે ભેદોમાં ભાવોદ્યોતનું સ્થાન અતિ મહત્ત્વનું છે, કારણ કે દ્રવ્યોદ્યોતનો ઉદ્દદ્યોત યુગલ સ્વરૂપ હોવાથી તેમજ તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી પરિમિતક્ષેત્રમાં પ્રકાશ કરે છે; જ્યારે ભાવોદ્યોતનો ઉદ્યોત લોક અને અલોકને પ્રકાશિત કરે છે.
આ વિષયમાં યો. શા. સ્વો. વિ. માં કહેવાયું છે કે-કેવલજ્ઞાનના પ્રકાશરૂપી દીપકથી શ્રી તીર્થકર ભગવંતો સર્વલોકમાં પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે માટે તે ઉદ્યોતકર છે.
१. लोकस्योद्योतकराः द्रव्योदयोतेन नैव जिना भवन्ति, तीर्थकरनामानुकर्मोदयतोऽतुल | સર્વાર્થરVIત્ માવોદ્યોતર: પુનર્મવતિ | –આ. હા. ટી., પ. ૪૯૭, આ. २. आत्मानमेवाधिकृत्य उद्द्योतकरास्तथा लोकप्रकाशक वचनप्रदीपापेक्षया च शेषभव्यविशेषानधिकृत्यैवेति ।
–આ. હા, ટી., ૫. ૪૬૭ આ. ३. द्रव्योद्योतोद्योतः पुद्गलात्मकत्वात्तथाविधपरिणामयुक्तत्वाच्च प्रकाशयति प्रभासते वा परिमिते क्षेत्रे, भावोद्योतोद्योतः लोकालोकं प्रकाशयति ।
–આ. હા. ટી., ૫. ૪૯૭ આ. ४. केवलालोकदीपेन सर्वलोकप्रकाशकरणशीलान् ।
-યો. શા. સ્વ. વિ., પ. ૨૪૪ આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org