Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૧૬૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
દુઃખનું પ્રમાણ ઓછું, તેમ શ્વાસોચ્છવાસનું પ્રમાણ ધીમું હોય છે. દાખલા તરીકે નારકીના જીવો શ્વાસોચ્છવાસની ક્રિયા નિરંતર કરે છે, જયારે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો તે જ ક્રિયા તેત્રીસ પખવાડિયે કરે છે.
મનુષ્ય આ શ્વાસોચ્છવાસની ક્રિયા અનિયતપણે કરે છે, પરંતુ તેનું પ્રમાણ તો ઝડપી જ હોય છે; અર્થાત્ તેને શ્વાસની લે-મૂક વારંવાર કરવી પડે છે. જો આ શ્વાસનું રૂંધન કરવામાં આવે તો જલદી મરણ નીપજે છે. તેટલા જ માટે આ. નિ.માં કહ્યું છે કે સારું નહિંમરૂ ઉચ્છવાસને રોકવો નહિ, કારણ કે સારા નિરો-તેનો વિરોધ કરવાથી તરત મરણ થાય છે.
વરિત-ખાંસી આવવી, કાસ થવો.*
(ઉદાન વાયુને લીધે ગતિમાન થતી) આ ક્રિયા આપણી ઇચ્છા કે આપણા પ્રયત્ન પર નિર્ભર નથી. ઉપલક રીતે ખાંસી ખાવી હોય તો આપણે ખાઈ શકીએ છીએ, પણ તે અંદરથી ઉત્પન્ન થતી હોય તો તેને રોકવાને સમર્થ નથી.
* આ ક્રિયાની ઉત્પત્તિના સંબંધમાં આયુર્વેદના સુપ્રસિદ્ધ ગ્રંથ ચરકસંહિતા (ચિકિત્સાસ્થાન, અ ૧૮)માં કહ્યું છે કે :
अधः प्रतिहतो वायुरूव॑स्रोतः समाश्रितः । उदानभावमापन्नः, कण्ठे सक्तस्तथोरसि ॥६॥ आविश्य शिरसः खानि, सर्वाणि प्रतिपूरयन् । आभञ्जन्नाक्षिपन् देहं, हनुमन्ये तथाऽक्षिणी ।।७।। नेत्रे पृष्ठमुर:पार्वे, निर्भुज्य स्तम्भयंस्ततः ।। शुष्को वा सकफो वाऽपि, कसनात् कास उच्यते ॥८॥
જ્યારે કોઈ પણ કારણથી અથવા સ્વયમેવ સ્વભાવથી જ નીચે આઘાત પામેલો વાયુ ઉપરના છિદ્રને આશ્રિત થઈને ઉદાનગતિવાળો થયો છતો કંઠ અને છાતીમાં રોકાઈ જાય છે, અને મસ્તકમાં પ્રવેશ કરીને, શિર, મુખ, નાક, કાન અને નેત્રોના છિદ્રમાં ઘૂસીને બધી ઇંદ્રિયોમાં વ્યાપ્ત થતો, તે શરીરને તોડતો, જડબાં, ધમની તથા આંખોને ચલાયમાન કરતો અને નેત્ર, પીઠ, છાતી તથા પડખાંઓને મરડતો તેમજ જડ કરતો સ્વતંત્ર રૂપમાં સૂકો અથવા કફની સાથે મળીને બહાર નીકળે છે, ત્યારે તે કસવાથી-કષ્ટ આપતો હોવાથી કાસ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org