Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અન્નત્થ-સૂત્ર ૦ ૧૧૫
તેવું સૂત્ર; અથવા કાયોત્સર્ગનું સ્વરૂપ દર્શાવતું સૂત્ર. અન્નત્થ ઊસિએણે એવાં પદોથી તેનો પ્રારંભ થતો હોવાથી આ સૂત્ર અન્નત્થ એવા નામથી પણ ઓળખાય છે.
મત્સ્ય-સિવાય કે.
મત્ર-એ નૈપાતિક પદ છે અને જયારે કોઈ પણ વસ્તુનો અપવાદ કરવો હોય અથવા તો તેને મુખ્ય વસ્તુમાંથી જુદી પાડવી હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. જેમકે તવ #ાર્યમહોરાત્રે ઋરિષ્ય, અન્યત્ર નિદ્રામા –તારું કામ હું રાત્રિ-દિવસ કરીશ, સિવાય કે નિદ્રાનો સમય.
૩છુ-જે શ્વાસ મુખ કે નાસિકા વડે અંદર લેવાય છે, તે ઉચ્છવાસ કહેવાય છે.
નિઃશ્વાસ-જે શ્વાસ નાસિકા કે મુખ વડે શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે, તે નિઃશ્વાસ કહેવાય છે.
આ બંને પ્રકારની ક્રિયાઓ પ્રાણવાયુને લીધે શક્ય બને છે. અને શ્વાસોચ્છવાસ તરીકે ઓળખાય છે. એની ગણના જીવન ધારણ માટે જરૂરી એવા દસ પ્રાણોમાં થાય છે. સૂત્રકૃતાંગની ટીકામાં કહ્યું છે કે :
पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च,
निःश्वास उच्छवासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरता
स्तेषां वियोगीकरणं तु हिंसा ॥
પાંચ ઇંદ્રિયો, (શરીરબળ, વચનબળ અને મનોબળ) એ ત્રણ બળો, નિઃશ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા તથા આયુષ્ય એ દસ પ્રાણો ભગવંતોએ કહેલા છે, તેનો (કોઈ એકનો) જીવનમાંથી વિયોગ કરવો, તે હિંસા કહેવાય છે.
શ્વાસોચ્છવાસની ક્રિયા એકેન્દ્રિય જીવોથી માંડીને પંચેન્દ્રિય જીવો સુધીનાં બધાં પ્રાણીઓને હોય છે, પરંતુ તેના સમયમાં ઘણો ફરક હોય છે. જીવનનો વિકાસ જેમ ઓછો અથવા દુઃખનું પ્રમાણ જેમ વધારે, તેમ શ્વાસોચ્છવાસની ક્રિયા ઝડપી હોય છે, અને જીવનનો વિકાસ વધારે અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org