Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
તસ્સ ઉત્તરી સૂત્ર ૯ ૧૦૫ वासी-चंदण-कप्पो, जो मरणे जीविए य सम सण्णो । देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥१४५८॥
ભાવાર્થ :- શરીરને કોઈ વાંસલાથી છેદી નાખે કે તેના પર ચંદનનો શાંતિદાયક લેપ કરે અથવા જીવન ટકે કે જલદી તેનો અંત આવે છતાં જે દેહ-ભાવનાથી ખરડાય નહિ અને મનને બરાબર સમભાવમાં રાખે તેને કાયોત્સર્ગ સિદ્ધ થાય છે.
કાયોત્સર્ગ સિદ્ધ કરવા માટે પ્રથમ આસ્રવદ્ગારોનો સંવર કરવો પડે છે, એ વાત આગળ આવી ગયેલી છે.
કાયોત્સર્ગથી શું લાભો થાય છે ? તેનો ઉત્તર આ. નિ.માં આ પ્રમાણે અપાયેલો છે :
વેદ-મનદુ-સુદ્દી, સુદ-૯g-તિતિવયા માપેદા | झायइ य सुहं झाणं, एयग्गो काउस्सग्गंमि ॥१४६२ ॥
ભાવાર્થ :- (૧) કાયોત્સર્ગમાં એકાગ્ર થનારના દેહની જડતા નાશ પામે છે અને (૨) મતિની શુદ્ધિ થાય છે. (૩) તેનામાં સુખ-દુ:ખ સહન કરવાની શક્તિ આવે છે. (૪) તે સૂક્ષ્મ ચિંતન કરી શકે છે અને (૫) શુભ ધ્યાન ધરી શકે છે.
(૫) અર્થ-સંકલના ઈરિયાવહી સૂત્રથી જીવવિરાધનાનું પ્રતિક્રમણ કર્યું, તેના અનુસંધાનમાં આ સૂત્ર કહેવાય છે.
વિશેષ આલોચના અને નિંદા કરવા વડે, શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા વડે, ચિત્તનું વિશેષ શોધન કરવા વડે, [મિથ્યાત્વ, માયા અને નિદાન એ ત્રણ] શલ્યો દૂર કરવા વડે, પાપકર્મોનો સંપૂર્ણ નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું.
(૬) સૂત્ર-પરિચય શ્રી દેવેન્દ્રસૂરિકૃત દેવવંદન-ભાષ્યમાં જણાવ્યું છે કે :अब्भुवगमो निमित्तं, ओहेअरहेउ संगहे पंच । जीवविराहणपडिक्कमणभेयओ तिनि चूलाए ॥३३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org