Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
તસ્સ ઉત્તરી સૂત્ર ૧૦૩
તેમાં પ્રથમ એટલે ચેષ્ટા-કાયોત્સર્ગ ભિક્ષાચર્યાદિ વિષય અંગે કરવાનો હોય છે અને બીજો એટલે અભિભવ-કાયોત્સર્ગ દેવતા, મનુષ્ય તથા તિર્યંચે કરેલા ઉપસર્ગોનો જય કરવા વડે શુભ ધ્યાનની સિદ્ધિ કરવા માટે હોય છે.
તાત્પર્ય કે ઉપર જે વર્ણન કર્યું તે અભિભવ કાયોત્સર્ગનું છે. હવે ચેષ્ટા કાયોત્સર્ગ કેવી રીતે કરવાનો હોય છે, તે દર્શાવનારી ગાથાઓ જોઈએ.
काउस्सग्गं मुक्खपहदंसियं जाणिऊण तो धीरा । दिवसाइयारजाणणट्टयाई ठायंति उस्सग्गं ॥ આ. નિ. ૧૪૯૭ ભાવાર્થ :- કાયોત્સર્ગને મોક્ષમાર્ગ કહેલો જાણીને ધીર પુરુષો દૈવસિકાદિ અતિચારો યાદ કરવા માટે કાયોત્સર્ગમાં રહે છે. તેઓ આ કાયોત્સર્ગ કેવી રીતે કરે છે ? તે જણાવે છે :काउस्सग्गंमि ठिओ, निरेयकाओ निरुद्धवइसरो । जाणइ सुहमेगमणो, मुणि देवसियाइ अइयारं ॥१॥ परिजाणिऊण य जओ, सम्मं गुरुजणपगासणेणं तु । सोहेइ अप्पगं सो, जम्हा य जिणेहिं सो भणिओ ॥२॥ આ.નિ.માં ઉદ્ધૃત પૃ. ૭૭૯.
ભાવાર્થ :- કાયોત્સર્ગમાં રહેલો મુનિ નિષ્મકંપ દેહવાળો થઈને, મૌન ધારણ કરીને દૈવસિકાદિ અતિચારને એકાગ્ર મનથી સરલતાપૂર્વક જાણે. આ રીતે સર્વ અતિચારો જાણ્યા પછી ગુરુ આગળ તેનું સમ્યક્ રીતે પ્રકાશન કરે અને તે જે પ્રાયશ્ચિત્ત વગેરે આપે તેનાથી પોતાના આત્માની શુદ્ધિ કરે. જિનેશ્વર ભગવંતોએ આ રીતે કાયોત્સર્ગ કહેલો છે, તેથી તે પ્રમાણે કરવો ઘટે છે.
આ ગાથાનું તાત્પર્ય એ છે કે દૈવસિકાદિ અતિચારોનો સમુચિત સંગ્રહ કરવો હોય તો તે માટે કાયોત્સર્ગ કરવાની જરૂર રહે છે કે જેમાં . શરીરનાં અંગોપાંગો જરા પણ હાલે નહિ, વાણી સદંતર બંધ રહે અને ચિત્તની તમામ વૃત્તિઓ એકાગ્ર થઈને અતિચારોને શોધવાનું જ કામ કરે, અન્યથા અતિચારોનો સમુચિત સંગ્રહ થઈ શકે નહિ. વળી તેમાંથી બીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org