Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૦૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
શરીરને પીડા થવાથી મનમાં સંક્ષોભ થાય છે. વળી પૂરક, કુંભક અને રેચક કરવામાં પરિશ્રમ પડે છે અને પરિશ્રમ કરવાથી મનમાં સંક્લેશ થાય છે કે જે સ્થિતિ મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ છે. તાત્પર્ય કે આસન સિદ્ધ કરીને સીધો પ્રત્યાહાર કરી શકાય છે.
ધર્મધ્યાન સિદ્ધ કરવા માટે પ્રત્યાહારની જરૂર છે, એ વસ્તુ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં સ્પષ્ટ જણાવી છે :
ન્દ્રિયઃ : સમમાષ્ય, વિષયેભ્યઃ પ્રશાન્તથી: धर्मध्यानकृते पश्चान्मनः कुर्वीत निश्चलम् ॥६॥
યો. શા. પ્ર. ૬.
ભાવાર્થ :- [શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચ] વિષયોમાંથી ઇંદ્રિયો સાથે મનને સારી રીતે ખેંચી લઈ અત્યંત શાંત બુદ્ધિવાળાએ ધર્મધ્યાન કરવા માટે મનને નિશ્ચલ કરી રાખવું.
चेयणमचेयणं वा, वत्थं अवलंबिउं घणं मणसा । झायइ सुअमत्थं वा, दवियं तप्पज्जए वा वि ॥
ભાવાર્થ-ચેતન અથવા અચેતન વસ્તુનું મનથી દૃઢ આલંબન લઈને સૂત્ર કે અર્થનું ધ્યાન ધરવું અથવા દ્રવ્ય અને તેના પર્યાયોનું પણ ચિંતન કરવું.
આ. નિ. ૧૪૬૬
આ ગાથાનું તાત્પર્ય એ છે કે કાયોત્સર્ગ કરનારે અનુકૂળ પ્રદેશ અને આસન ગ્રહણ કર્યા પછી મનને એકાગ્ર કરવા માટે પુરુષાદિ ચેતન વસ્તુનું કે મૂર્તિ વગેરે અચેતન વસ્તુનું આલંબન લેવું અને સૂત્ર કે અર્થનું ચિંતન કરવું એ ધર્મધ્યાન છે અને તેનાથી અનુક્રમે શુક્લધ્યાનમાં આરૂઢ થઈ ને કૈવલ્યપ્રાપ્તિ કરી શકાય છે.
सो उस्सग्गो दुविहो, चिट्ठाए अभिभवे य नायव्वो । भिक्खायरियाइ पढमो, उवसग्गभिजुंजणे बिइओ ॥
આ. નિ. ૧૪૫૨
ભાવાર્થ-તે કાયોત્સર્ગ ચેષ્ટા અને અભિભવ એમ બે પ્રકારે જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org