Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
થતો હોય તો તે પ્રદેશ વ્યાબાધાવાળો કહેવાય. વળી તે પ્રદેશ કાંટાકાંકરાથી રહિત હોવો જોઈએ; અર્થાત્ જે પ્રદેશ વૃક્ષોવાળો હોય અને જેનું વાતાવરણ એકંદર શાંત હોય તેની પસંદગી કરવી જોઈએ.'
जो खलु तीसइवरिसो, सत्तरिवरिसेण पारणाइसमो । विसमे व कूडवाही, निम्विन्नाणे हु से जडे ॥
આ. ભા. ૨૩૫ ભાવાર્થ:- જે સાધુ-મુમુક્ષ ત્રીસ વર્ષનો તરુણ છે અને રોગાદિથી રહિત તથા સશક્ત છે, તે સિત્તેર વર્ષના વૃદ્ધની જેમ કાયોત્સર્ગ પારવા વગેરેની ક્રિયા કરે છે, તે વિષમ છે, માયાવી છે, નિર્વિજ્ઞાની છે અને જડ છે. તાત્પર્ય કે કાયોત્સર્ગ દરેકે પોતાની શક્તિ અનુસાર કરવો જોઈએ અને તેમાં પોતાનું સઘળું વીર્ય ફોરવવું જોઈએ.
चउरंगुल मुहपत्ती, उज्जूए डब्बहत्थ रयहरणं । वोसट्ठचत्तदेहो, काउस्सग्गं करिज्जाहि ॥
આ. નિ. ૧૫૪૫ ભાવાર્થ :- (બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં) ચાર આંગળ જેટલું (અને પાછળના ભાગમાં કાંઈક ઓછું) અંતર રાખવું. તે વખતે સીધા લટકતા રાખેલા (જમણા હાથમાં) મુહપત્તી અને ડાબા હાથમાં
* શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં જણાવ્યું છે કેतीर्थं वा स्वस्थताहेतुं, यत्तद्वा ध्यानसिद्धये ।। कृतासनजयो योगी, विविक्तं स्थानमाश्रयेत् ॥१२३।।
ભાવાર્થ-આસનનો જય કરવાવાળા યોગીએ (કાયોત્સર્ગમાં પ્રથમ આસનનો જય કરવાનો છે) ધ્યાનની સિદ્ધિ માટે તીર્થકરોનાં જન્મ, દીક્ષા, કેવળ અને નિર્વાણ સ્થાનોમાં જવું જોઈએ. તેના, અભાવે સ્વસ્થતાના હેતુભૂત (જ્યાં રહેવાથી સ્વસ્થતા જળવાઈ રહે) તથા સ્ત્રી, પશુ, ખંડકાદિ (નપુંસકાદિ) રહિત કોઈ પણ સારા એકાંતસ્થાનનો આશ્રય કરવો.
શ્રી ભદ્રબાહુસ્વામી મહાપ્રાણધ્યાનની સિદ્ધિ માટે નેપાળમાં ગયા હતા, એ વસ્તુ જૈન શાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org