Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
તસ્ય ઉત્તરી સૂત્ર ૦૯૩
રીતે શોધન કરનારી ક્રિયા તે વિશોધિ કે વિશુદ્ધિ. ચેઈયવંદણમહાભાસમાં કહ્યું છે કે :
दव्वविसोही वत्थाइयाण खाराइदव्वसंजोगा । भावविसोही जीवस्स निंद-गरहाइकरणाओ ॥३८६॥ .
ક્ષાર વગેરે દ્રવ્યના સંયોગથી વસ્ત્ર વગેરેની જે વિશુદ્ધિ થાય તે દ્રવ્યવિશુદ્ધિ કહેવાય છે અને જીવની નિંદા ગહદિ વડે જે વિશુદ્ધિ થાય, તે ભાવવિશુદ્ધિ કહેવાય છે.
વિીિવાર -[વિશલ્થી રોન-વિશલ્યીકરણ વડે, શલ્ય રહિત કરવા વડે.
વિરાજે ને વિરાચ કરનારું જે વર, તે વિચાર. વિગત થયેલું છે શા જેમાંથી તે વિચિ. અર્થાત્ શલ્યરહિત. શાન્ એટલે કંપાવવું, ધ્રુજાવવું કે ખટકવું. જે વસ્તુ શરીરમાં પેસતાં શરીરને કંપાવે છે, ધ્રુજાવે છે કે ખટકે છે, અર્થાત્ કોઈ પણ પ્રકારની પીડા ઉત્પન્ન કરે છે, તેને શલ્ય કહેવાય છે. પાંચ-માધ્યનિતિ ચિન-ભાલો, તીર, ખીલો, કાંટો, ઝેર, વણ વગેરે ખટકે છે, તે કારણે શલ્ય કહેવાય છે. ચેઈયવંદણ મહાભાસમાં કહ્યું છે કે :
कंटाइसल्लरहिओ, दव्वाविसल्लो इहं सुही होइ । अइयारसल्लरहिओ, भावविसल्लो इह परत्थ ॥३८७॥
કંટકાદિ શલ્યથી રહિત દ્રવ્યવિશલ્ય કહેવાય છે અને તે આ ભવમાં સુખી થાય છે, જ્યારે અતિચારરૂપી શલ્યથી રહિત ભાવવિશલ્ય કહેવાય છે અને તે આ ભવ તથા પરભવ બંનેમાં સુખી થાય છે. તાત્પર્ય કે શલ્ય બે પ્રકારનાં છે, દ્રવ્યશલ્ય અને ભાવશલ્ય. તેમાં કંટકાદિ દ્રવ્યશલ્ય છે અને અતિચાર કે અનાલોચિત પાપ ભાવશલ્ય છે.
મહાનિશીથ-સૂત્રમાં કહ્યું છે કે :सल्लं पि भन्नइ पावं, जं नालोइय-निंदियं । न गरहियं न पच्छित्तं, कयं जं जहय भणियं ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org