Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૯૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
અથવા તો આગળ થઈ ન હતી પણ હવે થવાની છે, તેને સિદ્ધ કરનારા સાધનનો અર્થ દર્શાવે છે.
આ. નિ.માં ઉત્તરીકરણનો અર્થ આ પ્રમાણે સમજાવ્યો છેखंडिय - विराहियाणं, मूलगुणाणं सउत्तरगुणाणं । ઉત્તરરળ જીરૂ, બદ સાડ-હંગ-હાળ ૫૦ા
જેમ ગાડું, પૈડું અને ઘર વગેરે તૂટી જતાં તેનું પુનઃ સંસ્કરણ (સમારકામ) કરવામાં આવે છે, તેમ ઉત્તરગુણો તથા મૂલગુણોની ખંડના અને વિરાધનાનું ઉત્તરકરણ કરાય છે.
પાયચ્છિત્ત-રોળ-[પ્રાયશ્ચિત્ત રત્નેન]-પ્રાયશ્ચિત્તકરણ વડે, પ્રાયશ્ચિત્ત કરવા વડે.
प्रायश्चित्त से ४ करण ते प्रायश्चित्त-करण. प्रायश्चित्त २७६ प्रायः અને ચિત્ત એ બે શબ્દો વડે બનેલો છે, તેમાં પ્રાયઃનો અર્થ બહુધા અને ચિત્તનો અર્થ મન થાય છે, એટલે મનને મલિન ભાવમાંથી શોધનારી ક્રિયા એ પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશો વા ચિત્ત નીવ શોથતિ મૈલિન તત્ પ્રાયશ્ચિત્ત-કર્મ વડે મલિન થયેલા ચિત્તને એટલે જીવને ઘણા ભાગે શોધે તે પ્રાયશ્ચિત્ત. પાયત્તિ શબ્દનો સંસ્કૃત સંસ્કાર પાપત્િ પણ થાય છે, એટલે પાપનું છેદન કરનારી ક્રિયા, તે પ્રાયશ્ચિત્ત એવો અર્થ પણ સમુચિત છે. આ. નિ.માં પ્રાયશ્ચિત્તની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે :
વડે.
पावं छिंदइ जम्हा, पायच्छित्तं तु भन्नइ तम्हा । पाएण वा वि चित्तं, विसोहइ तेण पच्छित्तं ॥ १५०८ ॥
ભાવાર્થ-જેથી પાપનો છેદ કરે છે, તેથી તે પાયચ્છિત્ત (પ્રાયશ્ચિત્ત) કહેવાય છે. અથવા પ્રાયઃ (ઘણા ભાગે) ચિત્તનું વિશોધન કરે છે, તેથી તે પચ્છિત્ત (પ્રાયશ્ચિત્ત) કહેવાય છે.
વિસોહીન્ગેન [વિશોથીરહેન]-વિશોધીકરણ વડે, વિશુદ્ધિ કરવા
રવિશોધિ ને વિશોધિ કરનારું જે વરઘ્ન તે વિશોધીકરણ. વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org