Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૯૦ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
મહાનિશીથસૂત્ર, ભગવતીસૂત્ર આદિમાં પણ આવી મતલબના જ ઉલ્લેખો છે. તેથી પ્રતિક્રમણની શરૂઆતમાં કરવામાં આવતા સામાયિકની આદિમાં પ્રથમ પ્રતિક્રમણ ઈરિયાવહીનું કરવામાં આવે છે.
આ ઈરીયાવહી ક્રિયાની સમગ્ર વિધિમાં ઈરિયાવહી સૂત્ર ઉપરાંત ઉત્તરીકરણ-સૂત્ર (તસ્સ ઉત્તરી-સૂત્ર), કાયોત્સર્ગસૂત્ર (અન્નત્ય-સૂત્ર), કાયોત્સર્ગ ક્રિયા (કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાન) અને પ્રગટ બોલાતો લોગસ્સ સૂત્ર એટલી બાબતોનો પણ સમાવેશ થાય છે, જે અનુક્રમે આ પુસ્તકમાં આપવામાં આવ્યાં છે.
નાનામાં નાની જીવ-વિરાધનાને પણ દુષ્કૃત સમજવું અને તે કરવા માટે દિલગીર થવું-એ આ સૂત્રનો પ્રધાન સૂર છે. તેમાં વપરાયેલા મિચ્છા મિ ટુડં એ ત્રણ પદો પ્રતિક્રમણનાં બીજરૂપ હોઈ પુનઃ પુનઃ મનનીય છે. આપણે કોઈ જીવનો અપરાધ કર્યો હોય, અને તેને ખમાવીએ, તો તે મિચ્છા મિ દુક્કડંની ક્રિયા થઈ કહેવાય.
શાસ્ત્રકારોએ ઈરિયાવહી પડિક્કમણના ૧૮૨૪૧૨૦ ભાંગા પ્રરૂપેલા છે. તે આ રીતે :- જીવના ૫૬૩ ભેદો છે, તેની વિરાધનાના દસ પ્રકાર અહીં બતાવેલ છે. તેને રાગ-દ્વેષ, ત્રણ યોગ, ત્રણ કરણ, ત્રણ કાળ અને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા*-એ છની સાક્ષિએ ગુણતાં અનુક્રમે ૫૬૩ X ૧૦ X ૨ X ૩ X ૩ X ૩ X ૬=૧૮૨૪૧૨૦ ભેદો થાય છે. સાધ્વાચારમાં લાગેલા અતિચાર પ્રસંગે પણ આ સૂત્ર બોલાય છે. સંપદા અને આલાપકની દૃષ્ટિએ ઈરિયાવહી સૂત્રના પાઠ માટે જુઓ તસ્સ ઉત્તરી-સૂત્ર ૭-૬.
આ સૂત્રમાં સંપદા ૭. પદ ૨૬, સર્વ વર્ણ ૧૫૦ અને તેમાં ગુરુ ૧૪ તથા લઘુ ૧૩૬ છે.
(૭) પ્રકીર્ણક
આ સૂત્રનો પાઠ આવશ્યકસૂત્રના ચોથા અધ્યયનમાં છે.
અરિહંત-સિદ્ધ-સાધુ-તેવ-ગુરુ-ઞળ-સવીર્દિ |
Jain Education International
-ધર્મસંગ્રહ. ભાષાં. ભાગ ૧ લો. પૃ. ૪૦૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org