Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઇરિયાવહી-સૂત્ર ૦૮૯ ઈર્યાપથ-પ્રતિક્રમણની યોજના આ દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. આપણી સામાન્યમાં સામાન્ય ક્રિયા પણ કોઈને પીડાકારી-દુઃખકારી ન હોવી જોઈએ-તે એનો સાર છે. શ્રીહરિભદ્રસૂરિએ આવશ્યક-ટીકામાં આ સૂત્રને ગમનાતિચાર-પ્રતિક્રમણનું નામ આપ્યું છે, તથા શ્રીદશવૈકાલિકસૂત્ર વૃત્તિમાં તેનું વિવેચન ઈર્યાપથ-પ્રતિક્રમણ નામથી કરેલું છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં આ નામનો જ ઉપયોગ કરેલો છે, તથા તેને આલોચન-પ્રતિક્રમણ એ નામના પ્રાયશ્ચિત્તરૂપે ઓળખાવ્યું છે.
આ સૂત્રનો ઉપયોગ સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન તેમજ દેવવંદન વગેરેમાં પણ થાય છે. તે ઉપરાંત દુઃસ્વપ્ન વગેરેના નિવારણ માટે, આશાતના ટાળવા માટે, ગમનાગમનની પ્રવૃત્તિ કર્યા પછી શુદ્ધ થવા માટે, કાજો લેતાં, પરઠવતાં, ચરવળો પડી જાય કે ચાલુ ક્રિયામાંથી ઊઠીને જવુંઆવવું પડ્યું હોય, તો તેમાં પુનઃ ભળવા માટે પણ આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આમ અનેક રીતે ઉપયોગી હોઈને આ સૂત્રે ધાર્મિક વિધિમાં ખાસ સ્થાન પ્રાપ્ત કરેલું છે.
દરેક ક્રિયાના પ્રારંભમાં ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું કહેલું છે. તે વિશે શાસ્ત્ર પ્રમાણ છે કે :
ववहारावस्सयमहा-निसीहभगवइविवाहचूलासु । पडिक्कमणचुण्णिमाइसु, पढमं इरियापडिक्कमणं ॥१॥
ભાવાર્થ - વ્યવહારસૂત્ર, આવશ્યકસૂત્ર, મહાનિશીથસૂત્ર, ભગવતીસૂત્ર, વિવાહચૂલિકા તથા પ્રતિક્રમણની ચૂર્ણિ આદિમાં પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે.
શ્રીમહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે-૩પડતા રિયાટ્યિાણ ન પફ વેવ હર તિવિ વિ રિવંતા-વફાયટ્ટાફરૂમ | ઈર્યાપથપ્રતિક્રમણ કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કાંઈ પણ કરવું કલ્પતું નથી. શ્રીહરિભદ્રસૂરિએ પણ દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે :ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्धताऽऽपत्तेः ઈર્યાપથ-પ્રતિક્રમણ કર્યા વિના સામાયિક, પ્રતિક્રમણ આદિ અન્ય કાંઈ કરવું કલ્પ નહિ, કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે. વળી વ્યવહારસૂત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org