Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઇરિયાવહી-સૂત્ર ૯૮૭
શ્રી હેમચંદ્રાચાર્યે આ પદોનો અર્થ યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં નીચે મુજબ કર્યો છે :
मिच्छा मि दुक्कडं-मिथ्या मे दुष्कृतम्-एतद् दुष्कृतं मिथ्या मे આવતુ-વિનં વન્દિત્યર્થ. (યો. સ્વો. વૃ. પ્ર. ૩) આ વાક્યનો ભાવાર્થ કરેલી ભૂલ માટે પશ્ચાત્તાપ કરવાનો છે. હવે પછી તેવી ભૂલો નહિ કરું એ તેનો ફલિતાર્થ છે.
આ વાકય પ્રતિક્રમણની ભાવનાનું બીજ મનાય છે. જ્યાં સુધી હૃદયમાં અસત્ કાર્યો અંગે દિલગીરી કે પશ્ચાત્તાપ થાય નહિ, ત્યાં સુધી તેમાંથી છૂટવું કે નિવૃત્ત થવું એ શકય નથી. એક વાર એટલી વાતનો ખ્યાલ આવ્યો કે અમુક કાર્ય ખોટું છે અને તે આત્મ-કલ્યાણની ભાવનાથી વિરુદ્ધ છે, એટલે તેમાં ગાઢ આસક્તિ ઉત્પન્ન થવાની નહિ. સંયોગોની પરવશતાને અંગે કે પ્રમાદ-વશાત્ તે કાર્ય કરવાનો પ્રસંગ ફરીને આવે ત્યારે હૃદયમાં એટલું તો જરૂર થવાનું કે આ ખોટું થઈ રહ્યું છે. આ વાત મારે છોડવા જેવી છે, અને જેમ બને તેમ વહેલી તકે છોડી દેવી જોઈએ.
કોઈની હિંસા કરવી કે કોઈને દુઃખ આપવું એ આધ્યાત્મિક ગુનો છે. તેનું ફળ ઘણું કડવું અને ઘણું ભારે આવે છે. જે જીવની આપણે હિંસા કરી હોય કે જે જીવને આપણે દુઃખ આપ્યું હોય તેના આપણે અપરાધી છીએ, તેના આપણે ગુનેગાર છીએ. આ અપરાધ જાણી-બૂજીને કરવામાં આવે તો કોઈ કાળે તેના પરિણામમાંથી છટકી શકાતું નથી, પરંતુ એ અપરાધ પરવશતાથી કે ખ્યાલ-બહાર થયો હોય અને તેટલો અપરાધ કરવા માટે પણ જો આપણે દિલગીર થતા હોઈએ, તો એ અપરાધની શિક્ષા ઘણી હળવી એટલે કે નામ-માત્રની જ થાય છે. એટલા માટે મિચ્છા મિ તુનું સૂત્ર પ્રચલિત થયેલું છે.
(૫) અર્થ-સંકલના હે ભગવંત ! સ્વેચ્છાથી ઈર્યાપથિકી-પ્રતિક્રમણ કરવાની મને આજ્ઞા આપો. [ગુરુ તેને પ્રત્યુત્તરમાં-પડિમેદ-પ્રતિક્રમણ કરો એમ કહે એટલે] શિષ્ય કહે કે-હું ઇચ્છું છુંઆપની એ આજ્ઞા સ્વીકારું છું. હવે હું રસ્તે ચાલતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org