Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઇરિયાવહી-સૂત્ર ૦૮૫
અભિપ્રાય પ્રદર્શિત કરવાને યોજાયેલો છે. એટલે કોઈનો બળાત્કાર, કોઈનું દબાણ કે કોઈની શેહ-શરમ કારણભૂત ન હોય-તેવી આજ્ઞા આપવાનો ધ્વનિ તેમાં રહેલો છે.
કરિયાવહિયં પરમમિ?-હું ઈર્યાપથિકી–પ્રતિક્રમણ કરું?
ઉપર જે આજ્ઞા માગવામાં આવી છે, તે ઈર્યાપથિકી-પ્રતિક્રમણસંબંધી છે, એવો ભાવ આ બે પદોના સંયોજનથી પ્રકટે છે.
પાસે રહેલા ભાવગુરુ(સાક્ષાત્ સાધુ)ને પૂછીને (ઇચ્છા સંદિસહ ભગવદ્ ઈરિયાવહિયં પડિક્કમામિ ?-એમ રજા મેળવીને) ખમાસણપૂર્વક ઈરિયાવહિ પ્રતિક્રમણ કરે અને ગુરુ ન હોય તે શ્રી જિનેશ્વરની સાક્ષીએ મૂર્તિમાં (મનથી) ગુરુની સ્થાપના ધારે.
પરંતુ જિનપ્રતિમાની આગળ ગુરુની સ્થાપના સ્થાપવી નહીં, કારણ કે શ્રી તીર્થકર દેવમાં શ્રી અરિહંતાદિ સર્વ પદો રહેલાં હોવાથી તેઓના બિમ્બમાં પણ સર્વ પદોની સ્થાપના ઘટિત છે.
-ધર્મસંગ્રહ. ભાગ ૧, પૃ.૪૦૬ ગુરુ તેનો પ્રત્યુત્તર આપે છે કે :- તમારી ઈચ્છા હોય તો સુખેથી પડીખેદ [ઈર્યાપથિકી-પ્રતિક્રમણ કરો.
ફરું ઇચ્છું છું.
* સંસ્કૃત વ્યાખ્યાકારોએ દીર્ઘ ઈવાળા “ ધાતુ પરથી “ચ” શબ્દ તથા તેથી
આદિ શબ્દ સમજાવેલ છે, પ્રાકૃત-પદ્ધતિ પ્રમાણે એમાં થ-મ-ચૈત્ય-વૌર્ય સમેષ યાતુ (હેમ. શ. ૮-૨-૨૦૭) સૂત્ર દ્વારા ય પહેલાં ૬ માં રૂ ઉમેરાતાં “રિયા' શબ્દ સાધી શકાય છે, તેવા શબ્દો સમવાયાંગસૂત્ર, ઓઘનિર્યુક્તિ, સુરસુંદરીચરિય વગેરેમાં મળે છે. વિશેષાવશ્યક ભાષ્યમાં ફેટ્ટ તથા પ્રશ્નવ્યાકરણમાં રિયર્લ્ડ શ્રીહરિભદ્રસૂરિની આવશ્યક સૂત્ર-વૃત્તિ(પત્ર-૬૧૬)માં રિયામિર્કા વગેરે પ્રયોગો જોવામાં આવે છે. છતાં લેખન-ઉચ્ચારણ સરલતા આદિ કારણે બંને પ્રકારના (હૂર્વ અને દીર્ઘ) પ્રયોગો મળે છે, તે પ્રાકૃત શબ્દ મહાર્ણવ જેવા કોશ દ્વારા પણ જાણી શકાય છે. 8. કે. પેઢી તરફથી પ્રકાશિત ષડાવશ્યકસૂત્રાણિ પત્ર ૩, ૧૩, ૧૪માં દિર્ઘ ઈવાળા પાઠો છે.
-પં લા. ભ. ગાંધી. શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૨૧. પૃ. ૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org