Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ગુરુ-નિમંત્રણ-સૂત્ર ૬૩ ગુરુની સમક્ષ હાથ જોડીને ઊભા રહેવું જોઈએ અને અહીં જણાવેલો પાઠ ક્રમાનુસાર બોલવો જોઈએ.
તે સંબંધી શ્રીરત્નશેખરસૂરિએ શ્રાદ્ધવિધિ-પ્રકરણની ટીકામાં જણાવ્યું છે કે :
तथा पृच्छति यतिकृत्यनिर्वाहम् । यथा- निर्वहति संयमयात्रा ? सुखरात्रिर्भवताम् ? निराबाधाः शरीरेण यूयम् ? न बाधते वः कश्चिद व्याधिः ? न योग्यं किमपि वैद्यादेः ? न प्रयोजनं किञ्चिदौषधादिना ? नार्थित्वं किञ्चित् पथ्यादिना ? इत्यादि ।.....प्राग्वन्दनाऽवसरे सामान्यतः सुहराई सुहतप सरीर निराबाध इत्यादि-प्रश्रकरणेऽपि विशेषेणात्र प्रश्नः सम्यक्-स्वरूप-परिज्ञानार्थस्तदुपायकरणार्थश्च ।
પછી સાધુના કાર્યના નિર્વાહ-સંબંધમાં પૂછે કે-હે સ્વામી ! આપની સંયમયાત્રા સુખે વર્તે છે ? અને ગઈ રાત્રિ સુખ-પૂર્વક વ્યતીત થઈ ? આપના શરીરમાં કાંઈ વ્યાધિ તો નથી ને ? કાંઈ વૈદ્ય વગેરેનું કે ઔષધાદિનું પ્રયોજન તો નથી ને ? આજે આપને આહાર-વિષયમાં કાંઈ પથ્યાદિની જરૂર તો નથી ?...વંદનાવસર પહેલાં સામાન્ય રીતે સુ-રારું સુદ-તા શરીર નિરીવીધ ઈત્યાદિ પ્રશ્ન પૂછવા છતાં આવા વિશેષ પ્રશ્નો પૂછવાનું પ્રયોજન એ છે કે તેનાથી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે અને જે કાંઈ ઉપાયોની યોજના કરવી હોય તે થઈ શકે.
अत एवात्र पदोर्लगित्वा इच्छकारि भगवन् ! पसाउ करी फासुएणं .. एसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं, वत्थ-पडिग्गहकंबलपायपुंछणेणं, पडिहारी-पीढ-फलग-सिज्जा-संथारेणं, ओसहभेसज्जेणं भयवं ! अणुग्गहो. कायव्वो । इति व्यक्त्या निमन्त्रणं च कार्यम् ।
- ત્યાર પછી પગે લાગીને (પ્રણિપાત-ક્રિયા કરીને) નીચેના પાઠ-પૂર્વક નિમંત્રણા કરવી :
હે ભગવન્! આપશ્રીની (આપની) ઇચ્છા પ્રમાણે પ્રસાદ (-કૃપામહેરબાની) કરીને પ્રાસુક (અચિત્ત-નિર્દોષ), એષણીય (ગ્રહણ કરવા યોગ્ય) એવા અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય એવા આહાર વડે, તથા વસ્ત્ર, પ્રતિગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org