Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અખ્ખુટિયો સૂત્ર
પ્રકારના અપરાધોને ખમાવે છે, અને છેવટે તુવ્સે નાહ, અહં 7 બાળમિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં, એ પદો બોલીને ત્રીજા પ્રકારના અપરાધોને ખમાવે છે, તથા એ તમામ દુષ્કૃત માટે અંતરથી દિલગીર થઈ ને ફરી તેવા અપરાધ નહિ કરવાની ગર્ભિત કબૂલાત સાથે તેને નિષ્ફળ બનાવવાની ભાવના પ્રદર્શિત કરે છે.
૭૫
અહીં ગુરુ મુખ્યત્વે સાધુ-શિષ્યોને ઉદ્દેશી નીચેનો પાઠ કહે છે :अहमवि खामेमि तुम्हं, (जं किंचि अपत्तिअं परपत्तिअं अविणया सारिया वारिया चोइया पडिचोइया तस्स मिच्छा मि दुक्कडं).
હું પણ તમને ખમાવું છું. (તમને અવિનયથી રોકવા માટે મેં તમારા દોષોનું સ્મરણ કરાવતાં, તમને અતિચારોથી રોકતાં, તમારો પ્રમાદ ઉડાડવાની પ્રેરણા કરતાં અને કરવા યોગ્ય કાર્યોની વારંવાર પ્રેરણા કરતાં જે કાંઈ અપ્રીતિ ઉપજાવનારું તથા વિશેષ અપ્રીતિ ઉપજાવનારું કર્યું હોય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ.)
આવી રીતે ગુરુ પ્રત્યેના વિનયમાં આવેલી ઊણપને દૂર કરીને ફરી તેમનો ઉચિત વિનય જાળવવા માટે આ સૂત્રનું પ્રવર્તન છે.
પ્રતિક્રમણ સિવાય પ્રતિદિન ગુરુને વંદન કરતાં પણ ખમાસમણ(પ્રણિપાત)ની ક્રિયા બે વા૨ કર્યા પછી તથા સુખ-શાતા-પૃચ્છા પાઠ વડે શાતા વગેરે પૂછ્યા પછી (પદસ્થ હોય તો ખમા. દઈને) આ પાઠ વડે તેમના પ્રત્યે થયેલાં નાના-મોટા અપરાધોને ખમાવવામાં આવે છે. (૭) પ્રકીર્ણક
આ પાઠ આવશ્યકસૂત્રના પાંચમા અધ્યયનમાં આવેલો છે. તેની ભાષા આર્ષપ્રાકૃત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org