Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
८० શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
ખામી કે ભૂલ રહી હોય, તે વિરાધના કહેવાય છે, આવી વિરાધનાના ચાર ભાગો પાડવામાં આવ્યા છે : અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આરાધનાના ભંગ માટે કોઈ પ્રેરણા કરે અને પોતે તેનો નિષેધ ન કરે, તે અતિક્રમ કહેવાય. વિરાધના માટેની તૈયારી તે વ્યતિક્રમ કહેવાય. જેમાં કંઈક અંશે દોષનું સેવન થાય, તે અતિચાર કહેવાય અને જે સંપૂર્ણપણે ભાગે અથવા જેમાં આરાધનાનું કંઈ તત્ત્વ ન રહે, તે અનાચાર કહેવાય.
ગમગામો-[ગમનાગમને]-ગમન અને આગમનમાં. કાર્યપ્રયોજને જવામાં અને ત્યાંથી પાછા વળવામાં.
પાળ-મળે-[પ્રાપ્યામળે]-પ્રાણીઓ પર આક્રમણ થયું હોય, પ્રાણીઓ પગ વડે ચંપાયા હોય.
વિધા: પ્રાળા: વિદ્યત્તે યેમાં તે પ્રપ્લિનઃ । જેનામાં પાંચ ઇંદ્રિયો, મનોબળ, વચનબળ, કાયબળ, આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ એ દશ પ્રાણો જેને વિદ્યમાન હોય, તે પ્રાણી કહેવાય. આ લક્ષણ ઉત્કૃષ્ટ વિકાસ પામેલા પ્રાણીનું છે. જઘન્યમાં જઘન્ય વિકાસવાળા જીવને આમાંથી ચાર પ્રાણો હોય છે. પરંતુ આ શબ્દનો ખાસ ઉપયોગ તો જેનામાં ઇંદ્રિયો વ્યક્ત થયેલી છે, તેવા જીવોને ઓળખાવવા માટે થાય છે. એટલે બેઇંદ્રિય અને તેના ઉ૫૨ના કોટિના જીવો સામાન્ય રીતે પ્રાણી કહેવાય છે.
ચાંપતાં,
આક્રમણ એટલે પગ વડે ચાંપવાની ક્રિયા. મામાં પાવેન પીડનમ્ ! વીય-મળે-[વીનામળે]-બીજને ચાંપતાં, બિયાંને ચાંપતાં.
દરિય-મને-ફરિશ્તામળે-લીલોતરીને ચાંપતાં, લીલી વનસ્પતિને
ઓસા-ત્તિન પાળ-મટ્ટી-માડા-સંતાળા-સંમળે
[ અવશ્યાય-ત્તિ-પન-વૃત્તિા-મટ-સંતાન-સંમળે]-ઝાકળ. કીડિયારું, લીલ-ફૂગ, કાદવ અને કરોળિયાની જાળને ચાંપતાં.
ઓપ્તા-ઓસ, ઝાંકળ,
અવશ્યાય શબ્દ સંસ્કૃત સાહિત્યમાં મળસ્કે પડેલા ઝાળકને માટે વપરાય છે-અવસ્થાયામિ સ્ય પુંડરીક્ષ્ય ચારુતામ્ । (ઉત્તરરામ ૬,
૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org