Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૭૦ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
કે અસદ્ધર્તનથી ગુરુને કોઈ પણ પ્રકારનું દુ:ખ થયું હોય કે ક્રોધ કરવાનું નિમિત્ત મળ્યું હોય તો તેની ઉપશાંતિ થાય, વિનય અને શિષ્ટાચારની જાળવણી થાય તથા પોતાના આત્માની શુદ્ધિ થાય. પરમાર્થિક હેતુથી માગવામાં આવેલી અપરાધોની ક્ષમા એ રંકતા કે દીનતા નથી, પણ જાગ્રત આત્માનો સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટેનો એક સબળ પ્રયાસ છે, અને તેનું પરિણામ ચિત્તની પ્રસન્નતા છે. ક્ષમા આપવી એ ઉદારતા છે, ક્ષમા માગવી એ પવિત્રતા છે.
રૂવ્ઝ, સ્વામેમિ દેવત્તિયં-આપની આજ્ઞાને ઇચ્છું છું. હવે દિવસસંબંધી અપરાધોને ખમાવું છું.
દૈવસિક અપરાધોની ક્ષમા માગવાની તત્પરતા દર્શાવ્યા પછી ગુરુ એવો જવાબ આપે છે કે સ્વામેદ-ખમાવો. તે વખતે શિષ્ય આજ્ઞાનો સ્વીકાર કરતાં જણાવે છે કે આપે જે પ્રમાણે આજ્ઞા આપી તે આજ્ઞાને ઇચ્છું છું; અને એ આજ્ઞાને શિરસાવંદ્ય ગણીને હવે દિવસ-દરમિયાન થયેલા અપરાધોને ખમાવું છું.
ખમવું એટલે સહનશીલતા રાખવી, ઉદારતા રાખવી, ખામોશી રાખવી કે વૈરવૃત્તિનો ત્યાગ કરવો. તેનું પ્રેરક રૂપ ખમાવવું. એટલે સામાની પાસેથી ક્ષમાની અપેક્ષા રાખવી, ઉદારતાની માગણી કરવી તથા તે કલુષિત લાગણીનો-વૈરનો ત્યાગ કરે તેવી ભાવના રાખવી, એ ખમાવવાની ક્રિયા છે.
અપત્તિયં-પપત્તિયં-અપ્રીતિકારક, વિશેષ અપ્રીતિકારક.
અપરાધનું સૂચન અહીં અત્તિમં અને પરવત્તિયં એ બે પ્રકારો વડે કરવામાં આવ્યું છે. જે વર્તન સામાન્ય રીતે અપ્રીતિ ઉપજાવે તેવું હોય તે અત્તિયં, અને જે વર્તન વધારે અપ્રીતિ ઉપજાવે તેવું હોય તે પરવૃત્તિયં, આવું વર્તન જે જે વિષયોમાં થવાનો સંભવ છે, તેનો નિર્દેશ પછીનાં પદો વડે કરવામાં આવ્યો છે.
મત્તે પાળે-આહાર-પાણી સંબંધમાં.
આહાર-પાણી વહોરવા જતી વખતે, વહોરતી વખતે, કે વહોરીને આવ્યા પછી કોઈ પણ કામ એવું કરવું ન જોઈએ કે જેથી ગુરુને અપ્રીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org