Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
કારણથી દરેક ધાર્મિક અનુષ્ઠાન તેમની સામે કરવામાં આવે છે. પરંતુ કેટલીક વાર એવું બને છે કે ધાર્મિક અનુષ્ઠાન કરવાની તત્પરતા અને તૈયારી બંને હોય, પણ ગુરુનો યોગ મળે નહિ. આવા પ્રસંગે ધર્માનુષ્ઠાન કરવું કે કેમ ? તેવો પ્રશ્ન ઊભો થાય છે. શાસ્ત્રકારોએ આ પ્રશ્નનું નિરાકરણ એ રીતે કરેલું છે કે સદ્ભાવનાથી પ્રેરાયેલું ધર્માનુષ્ઠાન આત્મહિતકારી હોઈને તેની આરાધના બંધ રાખવી નહિ, પરંતુ ત્યાં ગુરુની સ્થાપના કરીને આરાધના કરવી; અને તે અનુષ્ઠાન જાણે સાક્ષાત ગુરુની સમક્ષ જ થતું હોય તેમ માનીને આજ્ઞા માગવી આદિ સર્વ પ્રકારનો ઉચિત વિનય જાળવવો. આમ કરવાથી ગુરુ વિશેની શ્રદ્ધા ટકી રહે છે અને સુવિહિત પરંપરાનું પાલન પણ થાય છે. ઉપરના નિરાકરણ અનુસાર જ્યાં ગુરુની હાજરી ન હોય, ત્યાં ધાર્મિક અનુષ્ઠાન પ્રસંગે ગુરુની સ્થાપના કરવામાં આવે છે.
શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે શ્રીવિશેષાવશ્યક ભાષ્યમાં જણાવ્યું છે કે : गुरु-विरहम्मि य ठवणा, गुरुवएसोवदंसणत्थं च । जिण-विरहम्मि व जिणबिंब-सेवणाऽऽमन्तणं सहलं ॥
જ્યારે સાક્ષાત્ ગુણવંત ગુરુનો વિરહ હોય, ત્યારે ગુરુના ઉપદેશનેઆદેશને સમીપમાં રાખેલો દેખાડવા માટે સ્થાપના કરવી. જેમ જિનેશ્વરના વિરહમાં તેમની પ્રતિમાનું સેવન અને આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરુવિરહમાં ગુરુની સ્થાપના સન્મુખ કરેલો વિનય અને ક્રિયા માટેનું આમંત્રણ આત્મા માટે હિતકર થાય છે.
શ્રીદેવેન્દ્રસૂરિએ ગુરુવંદન ભાષ્યમાં જણાવ્યું છે કે :गुरुगुणजुत्तं तु गुरूं, ठाविज्जा अहव तत्थ अक्खाई। अहवा नाणाइतिअं, ठविज्ज सक्ख-गुरु-अभावे ॥२८॥
(ધર્માનુષ્ઠાન કરતાં) સાક્ષાત્ ગુરુ વિદ્યમાન ન હોય, તો ગુરુના ગુણોથી જે યુક્ત હોય, તેને ગુરુ તરીકે સ્થાપવા; અથવા તેના સ્થાને અક્ષાદિ કે જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણો સ્થાપવાં.
(૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન એ પડાવશ્યક રૂપી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org