Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ માસમા !-હે ક્ષમાશ્રમણ ! હે ક્ષમાશ્રમણ !
ક્ષમાસમણ કે ક્ષમાશ્રમણ શબ્દનો સામાન્ય અર્થ ક્ષમા-પ્રધાન સાધુ થાય છે, પણ પરંપરાથી આ શબ્દ, વિશેષ જ્ઞાનવાળા-(પૂર્વધર) તથા સૂત્રસિદ્ધાંતની વાચના આપનાર અને તેના ગૂંથનાર-એ બધાને માટે વાપરવામાં આવે છે. જેમ કે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, દેવર્કિંધગણિ ક્ષમાશ્રમણ, સિંહગણિ ક્ષમાશ્રમણ વગેરે. પાક્ષિક-સૂત્રમાં ક્ષમાશ્રમણનું સંબોધન, બાર અંગોની વાચના આપનાર, છ આવશ્યકની વાચના આપનાર તથા કાલિક અને ઉત્કાલિક અંગ-બાહ્ય સૂત્રોની વાચના આપનારને ઉદ્દેશીને થયેલું છે. શ્રીયશોદેવસૂરિજીએ તે સ્થળે વપરાયેલા ક્ષમાશ્રમણ શબ્દનો અર્થ આવો કર્યો છે :- ક્ષમાશ્રમોચ્ચ ક્ષમાજિકુપ્રથાનમહાતપસ્વિચ: સ્વમુખ્યસ્તર્થક્ષરToથરાષ્યિો વેતિ મવિ: ક્ષમાશ્રમણોને એટલે ક્ષમાદિ ગુણવાળા મહાતપસ્વી સ્વગુરુને અથવા તીર્થકરોને, તેમના ગણધરો વગેરેને. ગુરુ ઉપરાંત શ્રી તીર્થંકરદેવને વંદન કરતાં પણ આ સૂત્ર બોલવામાં આવે છે.
નાવ1િ%ા નિર્મિ -(૧) સુખ-સાતાની પૃચ્છા અને અતિચારોના પ્રતિક્રમણ વડે, (૨) ઉપશમવાળી પાપરહિત કાયા વડે.
ગુરુને વંદન કરવાનો સામાન્ય વિધિ એવો છે કે પ્રથમ સુખ-સાતાની પૃચ્છા કરવી અને પછી તેમના પ્રત્યે જે અવિનય-આશાતના થયેલ હોય તેની ક્ષમા માગવી-તેનું પ્રતિક્રમણ કરવું. અહીં ગાવા , નિદિમાઈ પદો વડે તે ક્રમનું સૂચન થયેલું છે.
ઇંદ્રિય અને કષાયના ઉપશમથી સહિત તે ઉપશમવાળી તથા પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્ત થયેલી તે પાપરહિત. અર્થાત્ જે શરીરમાં ઇંદ્રિયોના વિકારો નથી, કષાયોનો ઉપઘાત નથી તથા પ્રાણાતિપાત આદિ પ્રવૃત્તિઓનો આરંભ નથી, તેવા નિર્વિકારી અને નિષ્પાપ શરીર વડે.
મસ્થUT વંવિનો શબ્દાર્થ જો કે મસ્તક વડે વંદન કરું છું એટલો જ થાય છે, પણ વ્યવહારમાં તે પ્રણિપાત-વંદન મસ્તક, બે હાથ અને બે જાનુને નમાવવા વડે થતું હોવાથી તેનો અર્થ માત્ર મસ્તક વડે ન કરતાં મસ્તકાદિ પાંચ અંગો વડે-પંચાંગ પ્રણિપાત વડે કરવો ઉચિત જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org