Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ખમાસમણ-સૂત્ર - ૫૫
પ્રકા૨ને બતાવે છે.
(૨) જેના વડે નિષેધ થાય છે, તે પણ ઉપચારથી નૈષધિકી કહેવાય છે. શ્રીહરિભદ્રસૂરિજીએ આ. ટી.માં નૈવેધિવા પ્રાણાતિપાતનિવૃત્તયા તવાશરીરેોત્યર્થ: નૈષધિકી વડે એટલે પ્રાણાતિપાતથી નિવૃત્ત થયેલ તનુ વડેશરી૨ વડે એવો અર્થ કરેલો છે.
મત્સ્ય-[મસ્તન]-મસ્તક વડે, માથું નમાવીને.
વંવામિ-[વન્દે]-વંદું છું, હું વંદન કરું છું, હું પ્રણામ કરું છું. (૪) તાત્પર્યાર્થ
થોમ( છોમ )વંદ્ળસુત્ત્ત-થોભ(છોભ)વંદણ અથવા સ્તોભવંદન કરવામાં ઉપયોગી સૂત્ર. સ્તોભ એટલે સ્થંભવું-અટકવું, તે પરથી જે વંદન થોભીને-ઊભા રહીને કરવામાં આવે, તે સ્તોભવંદન કહેવાય છે.
છોભવંદન અથવા થોભ કે સ્તોભવંદન વિશે નીચે પ્રમાણે આધાર પ્રાપ્ત થાય છે :
गुरुवंदणमह तिविहं, तं फिट्टा छोभ बारसावत्तं । सिरनमणाइसु पढमं पुन्नखमासमणदुगि बीअं ॥१॥
?
અર્થ :- હવે ગુરુવંદન અધિકાર કહે છે. તે ત્રણ પ્રકાર છે :- ૧. ફિટ્ટાવંદન, ૨. થોભવંદન અને ૩. દ્વાદશાવર્તવંદન, બે હાથ જોડી મસ્તક નમાવવાથી ફિટ્ટાવંદન થાય છે અને પંચાંગ (બે હાથ, બે જાનુ અને મસ્તક) સંપૂર્ણ નમાવી બે વખત ખમાસમણ દેવાથી બીજું થોભવંદન થાય છે. -શ્રી ગુરુવંદનભાષ્ય-દેવેન્દ્રસૂરિવિરચિત. છોભવંદન-વંદનવિશેષ, બે ખમાસમણારૂપવંદન. છોભ દેસિય (દેશ્ય) શબ્દ છે અને તે થોભવંદનરૂપે પણ લખાય છે.
આ વંદન બે હાથ, બે જાનુ અને મસ્તક—એ પાંચ અંગો નમાવીને બે વાર વંદન કરવાથી થાય છે. ત્રણ પ્રકારનાં ગુરુવંદનોમાં આ વંદન મધ્યમ પ્રકારનું ગણાય છે. આ સૂત્રનું બીજું નામ પ્રણિપાતસૂત્ર છે, તેમજ, તે ખમાસમણ(ક્ષમાશ્રમણ)ને વંદન કરવામાં ઉપયોગી હોવાથી ખમાસમણસૂત્રના નામથી પણ ઓળખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org