SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ખમાસમણ-સૂત્ર - ૫૫ પ્રકા૨ને બતાવે છે. (૨) જેના વડે નિષેધ થાય છે, તે પણ ઉપચારથી નૈષધિકી કહેવાય છે. શ્રીહરિભદ્રસૂરિજીએ આ. ટી.માં નૈવેધિવા પ્રાણાતિપાતનિવૃત્તયા તવાશરીરેોત્યર્થ: નૈષધિકી વડે એટલે પ્રાણાતિપાતથી નિવૃત્ત થયેલ તનુ વડેશરી૨ વડે એવો અર્થ કરેલો છે. મત્સ્ય-[મસ્તન]-મસ્તક વડે, માથું નમાવીને. વંવામિ-[વન્દે]-વંદું છું, હું વંદન કરું છું, હું પ્રણામ કરું છું. (૪) તાત્પર્યાર્થ થોમ( છોમ )વંદ્ળસુત્ત્ત-થોભ(છોભ)વંદણ અથવા સ્તોભવંદન કરવામાં ઉપયોગી સૂત્ર. સ્તોભ એટલે સ્થંભવું-અટકવું, તે પરથી જે વંદન થોભીને-ઊભા રહીને કરવામાં આવે, તે સ્તોભવંદન કહેવાય છે. છોભવંદન અથવા થોભ કે સ્તોભવંદન વિશે નીચે પ્રમાણે આધાર પ્રાપ્ત થાય છે : गुरुवंदणमह तिविहं, तं फिट्टा छोभ बारसावत्तं । सिरनमणाइसु पढमं पुन्नखमासमणदुगि बीअं ॥१॥ ? અર્થ :- હવે ગુરુવંદન અધિકાર કહે છે. તે ત્રણ પ્રકાર છે :- ૧. ફિટ્ટાવંદન, ૨. થોભવંદન અને ૩. દ્વાદશાવર્તવંદન, બે હાથ જોડી મસ્તક નમાવવાથી ફિટ્ટાવંદન થાય છે અને પંચાંગ (બે હાથ, બે જાનુ અને મસ્તક) સંપૂર્ણ નમાવી બે વખત ખમાસમણ દેવાથી બીજું થોભવંદન થાય છે. -શ્રી ગુરુવંદનભાષ્ય-દેવેન્દ્રસૂરિવિરચિત. છોભવંદન-વંદનવિશેષ, બે ખમાસમણારૂપવંદન. છોભ દેસિય (દેશ્ય) શબ્દ છે અને તે થોભવંદનરૂપે પણ લખાય છે. આ વંદન બે હાથ, બે જાનુ અને મસ્તક—એ પાંચ અંગો નમાવીને બે વાર વંદન કરવાથી થાય છે. ત્રણ પ્રકારનાં ગુરુવંદનોમાં આ વંદન મધ્યમ પ્રકારનું ગણાય છે. આ સૂત્રનું બીજું નામ પ્રણિપાતસૂત્ર છે, તેમજ, તે ખમાસમણ(ક્ષમાશ્રમણ)ને વંદન કરવામાં ઉપયોગી હોવાથી ખમાસમણસૂત્રના નામથી પણ ઓળખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy