Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ખમાસમણ-સૂત્ર ૦ ૫૭
અરિહંતના બિંબમાં પણ આચાર્યપણું વગેરે સર્વ પદવીઓ ઘટમાન છે, માટે ખમાસમણ સહિત જે જે વિધિ કરવાનો હોય તે શ્રી જિનબિમ્બની આગળ કરવો.
સંઘાચાર ભાષ્યમાં શ્રીકંદકની કથામાં કહ્યું છે કે :स्फुटं तदरि (रु) हद्बिम्बेष्वपि स्थापनाचार्यत्वादि तथा क्षमाश्रमणकैः कार्यो (केर्यादेः) विधिस्तत्पुरः
અર્થ - અરિહંતના બિંબમાં પણ આચાર્યપણું વગેરે સર્વ પદવીઓ ઘટમાન છે, માટે ખમાસમણસહિત ઈરિયાવહિ વગેરે તે તે વિધિ શ્રી જિનબિંબની આગળ કરવો. -ધર્મસંગ્રહ ગુ. ભા. ભાગ ૧, પૃ. ૪૦૭.
(૧) ફિટ્ટાવંદન-સાધુએ સર્વ સાધુઓને, સાધ્વીએ સર્વ સાધુઓ તથા સાધ્વીઓને, શ્રાવકે સર્વ સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાઓને અને શ્રાવિકાએ પણ તે ચારેયને કરવાનું છે.
(૨) છોભવંદન-સાધુએ વડીલ સાધુને, સાધ્વીએ સર્વ સાધુઓને તથા વડીલ સાધ્વીને, શ્રાવકે સર્વ સાધુઓને અને શ્રાવિકાએ સર્વ સાધુઓને, સાધ્વીઓને કરવાનું છે. -ધર્મસંગ્રહ ગુ. ભા. ભાગ ૧, પૃ. ૪૬૭.
(૫) અર્થ-સંકલના હે ક્ષમાશ્રમણ ! આપને હું સુખ-શાતાની પૃચ્છા વડે તથા અતિચારોના પ્રતિક્રમણ વડે વંદન કરવાને ઇચ્છું છું.
(તથા) હે ક્ષમાશ્રમણ આપને હું નિર્વિકારી નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. મસ્તકાદિ પાંચ અંગો નમાવીને-પંચાંગ પ્રણિપાત વડે હું વંદન કરું છું.
(૬) સૂત્ર-પરિચય પૂજ્યોને-વડીલોને વંદન કરવાનો આચાર જગતમાં સુપ્રસિદ્ધ છે. તેમાં પણ દેવ અને ગુરુને ખાસ વિધિ-પૂર્વક વંદન કરવામાં આવે છે, કારણ કે તેઓ વડીલોના પણ વડીલ અને પૂજ્યોના પણ પૂજય છે અને તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org