Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સમણ એટલે શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવથી વર્તનાર. સમતયા શત્રુ-મિત્રાલિયું પ્રવર્તત રૂતિ સમUT: (૧) |
શ્રમણ એટલે તપસ્વી. શ્રાપ્યતીતિ શ્રમUT: |
શ્રમણ એટલે સંયમી. શ્રાતિ શ્રમમાનતિ નિયા મનતિ શ્રમઃ |
શ્રમણ એટલે વૈરાગી. શ્રાવ્યતિ-સંસારવિષય-વિન્નો મવતિ तपस्यतीति वा श्रमणः ।
આ બધા ગુણો સાધુના હોઈ સાધુને જ સમણ અથવા શ્રમણ કહેવામાં આવે છે.
શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૫મા અધ્યયનમાં કહ્યું છે કે :समयाए समणो होइ, बंभचेरेण बंभणो । मोणेण उ मुणी होई, तवेण होइ तावसो ॥
સમતાના પાલન વડે સમણ થવાય છે, બ્રહ્મચર્યના પાલન વડે બ્રાહ્મણ-સંયમી થવાય છે, મૌન વડે મુનિ થવાય છે અને તપ વડે તાપસતપસ્વી થવાય છે.
જે સમણમાં ક્ષમાનો ગુણ પ્રધાન હોય, તે ક્ષમાસમણ કે ક્ષમાશ્રમણ કહેવાય છે. અથવા જે સમણ ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મનું પાલન કરે છે, તે ક્ષમાશ્રમણ કહેવાય છે. તે ક્ષમાદિ દશ પ્રકારનો યતિધર્મ નીચે મુજબ છે :૧. ક્ષમા, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. શૌચ, ૫. સત્ય, ૬. સંયમ, ૭. તપ, ૮. ત્યાગ, ૯. આકિંચન્ય અને ૧૦. બ્રહ્મચર્ય.
વં૯િ-[વન્દિતુ-વંદન કરવાને. નાના -ચાપની યા]-યાપનીયા વડે.
(૧) યાપન એટલે કાલનિર્ગમન, તેના સંબંધી પૃચ્છા કરવી તે થાપનીયા. સુગુરુ-વંદણ-સુત્ત(ક્રમાંક ર૯)માં યાપનીયા અને નૈષેલિકી વડે વંદન કરવાનો આદેશ માગ્યા પછી અને ગુરુએ છંદેણ શબ્દથી તેવો આદેશ આપ્યા પછી નીચેનો પાઠ બોલાય છે, તે યાપનીયા(વંદના)નો છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org