Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
રીતે પૂજા અર્થમાં પણ છે. તેથી અનેક અર્થને જણાવનારું આ પદ છે. નમ:-દ્રવ્ય અને ભાવ—ઉભય પ્રકારના નમસ્કારના અર્થમાં તે ગ્રહણ કરી શકાય છે. તેથી તે દ્રવ્ય અને ભાવસંકોચ-સંક્ષેપરૂપ છે.
(૧) દ્રવ્યસંકોચ-હાથ, પગ, મસ્તક આદિ શરીરના અવયવોની ગ્રહણ, કંપન અને ચલન આદિ ક્રિયાઓને રોકી શરીરને નીચે પ્રમાણે નિયમિત કરવું :
(અ) બે હાથ જોડી લલાટે લગાડી પ્રણામ માટે અંજલિબદ્ધ થવું;
અથવા
(આ) પ્રણામ કરતાં ઉપરનું અર્ધું અંગ નમાવી અર્ધવનત થવું;
અથવા
ε
(ઇ) પંચાંગ પ્રણિપાત† કરવું-એટલે કે બે ઢીંચણ, બે હાથ અને મસ્તક—એ પંચાંગ નમાડી, ભૂમિ સાથે લગાડી, પ્રણિપાતરૂપ પ્રણામ વડે; અથવા
(ઈ) મુદ્રાવિન્યાસ વડે શરીરનો સંકોચ કરવો;
—આ સઘળી ક્રિયાના પ્રકારો દ્રવ્યસંકોચ કહેવાય છે. તે સાથે પ્રણિધાન અથવા ભાવસંકોચનો અંશ હોય ત્યારે તે વિધિ અનુસાર થયો ગણાય છે.
(૨) ભાવસંકોચ-અર્હત્ આદિ પરમેષ્ઠિના ગુણોમાં વિશુદ્ધ મનનો એટલે પરમ પવિત્ર અંતઃકરણનો નિયોગ (અનુપ્રવેશરૂપ ભક્તિથી, પ્રણિધાન, એકાગ્રતા, એકતાનતા કે અનન્યવૃત્તિ) તે ભાવસંકોચ છે. અર્થાત્ અત્યંત નિર્મલ મનને પરમેષ્ઠિના ગુણોની સાથે બાંધી દેવું તે ભાવસંકોચ છે.
+ પંતંની અંખિણ્ ત નહા
जाणु दुगं भूमिए निविडिएण, हत्थुदुएण भूमिए अवठ्ठभिय, ततो सिर पंचमं निवाडेज्जा ॥ -અનુયોગદ્વાર ચૂર્ણિ-જિનદાસગણિ. પૃ. ૩૦૬.
આનો વિધિ એ છે કે દેવ તથા ગુરુ સમક્ષ ઊભા રહી, ઘૂંટણીએ પડી બન્ને ઢીંચણોને જમીન ઉપર ટેકવી તેની સાથે બે હાથની પ્રણામાંજલિનું સંયોજન કરી તે (અંજલિ) ઉપર શિર ટેકવવું અને તે રીતે પ્રણિધાનપૂર્વક પંચાંગ પ્રણિપાત કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org