Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમસ્કાર મંત્ર ૦ ૩૧
અનુક્રમે નીચે પ્રમાણે આવે છે. પ-નમ :, પં-નમોર, પં-નપુર, એટલે એ વાત ફલિત થાય છે કે પં-નમુક્ષારો [ગ્ન-નમ :] એ સૂત્રનું નામ છે.
આ નામમાં વચ્ચે પરમેષ્ઠી શબ્દ ઉમેરી પ-પરમેષ્ઠિનમસ્કાર એવો શબ્દપ્રયોગ થાય છે, તેમજ તેમાંનો પંર શબ્દ છોડી દઈ તેનો વ્યવહાર માત્ર નમુaો [નમાર-નવકાર] તરીકે પણ થાય છે. લોકજિલ્લાએ ટૂંકાં નામો જલદી ચડે છે, એટલે આ છેલ્લું નામ વિશેષ પ્રચલિત થયેલું છે.
- શ્રી મહાનિશીથસૂત્રો અને પ્રતિક્રમણની પ્રાચીન વિધિદર્શક ગાથાઓમાં આ સૂત્રનો ઉલ્લેખ નમસ્કાર ઉપરાંત પં-મંત્ર તરીકે આવે છે અને તે મહાશ્રુતસ્કંધરૂપ હોવાથી કેટલાંક સ્થળે તેનો ઉલ્લેખ પંવ-મંત્રમહાસુમવëધ તરીકે પણ આવે છે.
પંચનમસ્કારને સ્વતંત્રપણે મહાશ્રુતસ્કંધ કે શ્રુતસ્કંધ તરીકે જણાવાય છે. સર્વ શ્રુતની યાવત્ નન્દીની પણ આદિમાં અને સર્વ અનુયોગની આદિમાં તેમજ સામાયિક ગ્રહણાદિ ક્રિયાની આદિમાં પૃથપણે બોલાય છે વગેરે કારણથી તે મહાશ્રુતસ્કંધ પણ ગણાય.
નમસ્કાર મંત્ર-સ્વરૂપ હોવાથી તેને નમસ્કાર-મંત્ર, નમસ્કારમહામંત્ર, સિદ્ધમંત્ર, પરમેષ્ઠિ-મંત્ર વગેરે પણ કહેવાય છે.
નમસ્કારનો ઉપયોગ વિદ્યાભ્યાસ, શાસ્ત્ર-પઠન, ધર્માનુષ્ઠાન અને ધર્મોત્સવ આદિનો પ્રારંભ કરતાં મંગળરૂપે બોલવામાં થાય છે. તે ઉપરાંત નગરાદિ-પ્રવેશમાં, ભોજનાદિ-સમયે, નિદ્રાને આધીન થતાં, નિદ્રામાંથી જાગ્રત થતાં અને જીવનનો અંત-સમય નજીક આવતાં પણ તેનું સ્મરણ કરવામાં આવે છે. કહ્યું છે કે
भोयण-समए सयणे, विबोहणे पवेसणे भए वसणे । पंच-नमुक्कारं खलु, समरिज्जा सव्वकालं पि ॥६॥
-નમસ્કાર સ્વા. સં. વિ. (ઉપદેશતરંગિણી) પૃ. ૨૪૪. ભાવાર્થ :- ભોજન-સમયે, શયન-સમયે, જાગવાના સમયે, પ્રવેશસમયે, ભય-કષ્ટ-સમયે અને વળી સર્વ સમયે, ખરેખર પંચ-નમસ્કારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org